પુત્રી ભાગી ગયાની પિતાએ સમાજમાં વાત કરવાનું કહેતા પુત્રએ હાથ-પગ ભાંગી નાખ્યા

બેટી રામપરા ગામની ઘટના; પ્રૌઢને તાત્કાલિક સારવારમાં ખસેડાયા કુવાડવા નજીકના બેટી રામપરા ગામે રહેતાં તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉ.વ.45) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ લોખંડના…

બેટી રામપરા ગામની ઘટના; પ્રૌઢને તાત્કાલિક સારવારમાં ખસેડાયા

કુવાડવા નજીકના બેટી રામપરા ગામે રહેતાં તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉ.વ.45) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ લોખંડના પાઈપથી બેફામ માર મારી બંને હાથ અને એક પગ ભાંગી નાંખતા ગંભીર ઈજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ બેટી રામપરામાં રહેતા તળશીભાઈ ભાટી સાંજે ઘરે હતાં ત્યારે દિકરા કાનાએ ઝઘડો કરી લોખંડના પાઈપથી બેફામ માર મારતાં તેને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. તળશીભાઈને સંતાનમાં ત્રણ દિકરી અને ત્રણ દિકરા છે. તે છુટક ભંગારનો ધંધો કરે છે.

તળશીભાઇએ કહ્યું હતું કે તેની એક દિકરીને ત્રણેક મહિના પહેલા સમાજનો છોકરો ભગાડી ગયો છે.
રાતે પોતે અને દિકરો કાને ઘરે હતાં ત્યારે આ બાબતે સમાજમાં પોતે વાત કરવાના છે તેમ કહેતા દિકરા કાનાએ આ વાત સમાજમાં કરવાની જ નથી તેમ કહી ઝઘડો કરી બાદમાં પાઇપના ઘા ફટકાર્યા હતાં. તળશીભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિકરા કાનાએ દારૂૂ પીધેલી હાલતમાં આ મારામારી કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *