ચુનારાવાડમાં પૈસાની ઉઘરાણી મુદ્દે ધમકી મળતા યુવતીએ ઝેરી પાવડર પીધો

ચુનારાવાડમાં રહેતી યુવતીએ ઉછીના આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતા રૂૂપિયા લઈ જનારના મિત્રએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ઝેરી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ…

ચુનારાવાડમાં રહેતી યુવતીએ ઉછીના આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતા રૂૂપિયા લઈ જનારના મિત્રએ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે યુવતીએ ઝેરી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચુનારાવાડવિસ્તારમાં રહેતી રીટાબેન લીલાભાઈ ટાંક નામની 35 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ડીડીટી પાવડર પી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં રીટાબેન ટાંકે રાહુલ નામના શખ્સને ઉછીના રૂૂપિયા આપ્યા હતા જે રૂૂપિયાની ઉઘરાણી કરતા રાહુલના મિત્ર કૈલાશએ ધમકી આપતા રીટાબેન ટાંકે ડીડીટી પાવડર પી લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં લક્ષ્મીનગર મેન રોડ પર આવેલ મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા સુભાષ બ્રિજનાથ યાદવ નામનો 21 વર્ષનો યુવાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *