હોકર્સ ઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબજો, કોન્ટ્રાક્ટરને હાંકી કઢાયા

મહાનગર પાલિકાએ શાકભાજી સહિતના નાના ધંધાર્થીઓને જગ્યા ફાળવવા હોકર્સઝોન બનાવ્યા છે. જેમાં દરેક ધંધાર્થીઓ પાસેથી માસિક રૂપિયા 1000 ટોકન ભાડુ લઇ જગ્યા આપવામાં આવી છે.…

મહાનગર પાલિકાએ શાકભાજી સહિતના નાના ધંધાર્થીઓને જગ્યા ફાળવવા હોકર્સઝોન બનાવ્યા છે. જેમાં દરેક ધંધાર્થીઓ પાસેથી માસિક રૂપિયા 1000 ટોકન ભાડુ લઇ જગ્યા આપવામાં આવી છે. પરંતુ આહિર ચોક પાસે આવેલ હોકર્સઝોનમાં શાકભાજીના ધંધાર્થીઓ ભાડુ ભરતા હોવા છતા અમુક માથાભારે શખ્સો દાદાગીરીથી વાહન પાર્કિંગ કરતા હોવાની ફરિયાદના પગલે તંત્ર દ્વારા ગેઇટ ઉપર પાઇપ ફિટ કરવાની કામગીરી શરૂ કરેલ જેને માથાભારે શખ્સોએ અટકાવી કોન્ટ્રાક્ટરને હાંકી કાઢતા હોકર્સઝોનના ધંધાર્થીઓએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી આ મુદ્દે કડક પગલા લેવા જણાવ્યુ હતું.

ધંધાર્થીઓ જણાવેલ કે, અમો કોઠારીયા રોડ, આહિર ચોક, શ્યામ હોલની સામે આવેલ ગોપવંદના શાક માર્કેટ હોકર્સ ઝોનમાં શાક-ભાજી વેચાણનો વ્યવસાય છેલ્લા 25 વર્ષથી કરીએ છીએ. અને સદરહુ માર્કેટમાં થડો રાખવા માટે દર માસે રૂૂા.1,000ની રાજકોટ મહાનગરપાલિકાને ભાડુ પણ ચુકવીએ છીએ. અને સદરહુ શાક-માર્કેટનો આજુ બાજુની સોસાયટીના લોકો લાભ લે-છે. સદરહુ હોકર્સ ઝોનમાં કદી કોઈ વેપારીએ કોઈ સાથે અભદ્ર વર્તન કરેલ નથી કે સદરહુ હોકર્સ ઝોનમાં કદી ઝઘડાઓ પણ થયેલ નથી. વેપારીઓ શાંતિથી પોતાનો શાક-ભાજી વેચાણ કરવાનો ધંધો કરે છે.

શાક માર્કેટમાં પશુ, તથા વાહનો અટકાવવા માટે ત્યાં ઉભા પાઈપ નાખવાની તાતી જરૂૂરીયાત હોય મહાનગરપાલિકા તરફથી અને તેમના હુકમ મુજબ ફીટ કરવા માટે કારીગરો આવેલા છે અને સદરહુ કામ એટલે કે પાઈપનું કામ રોકવા માટે અમુક લોકો ખુબ પ્રયાસો કરે છે, અને ફીટીંગ માટે આવેલા કારીગરોને યેનકેન પ્રકારે રોકે છે અને રોફ જમાવે છે કે અમારા ફલાણા સગા પોલીસમાં છે અથવા મહાનગરપાલિકામાં છે. અમો તમોને આ પાઈપ નાખવા નહિ દઈએ અને જો તમો પાઈપ નાખશો તો અમો તે ઉખાડી નાખીશુ.

તે ઉપરાંત મોટા વાહનો જેમાં ત્રાપા-ટેકા પણ ભરેલા હોય તેવા મોટા વાહનો પણ ગેરકાયદેસર રીતે પાર્ક કરી જાય છે અને જો આમ કરતા તેને રોકીએ તો તેઓ કહે છે કે તમારાથી થાય તે કરીલો વાહન પાર્ક થશે જ, અને અમારી ઓળખાણ મહાનગરપાલિકા, પોલીસ અને રાજકારણીઓ સાથે છે, માટે તમો મારા વિરુદ્ધ કશુ કરી શકશો નહિ. તે ઉપરાંત (1) ભાવેશભાઈ લોહાણા (2) નાગજીભાઈ બોરીયા (3) રામજીભાઈ તેમજ અન્ય બે લોકો દાદાગીરી કરે છે અને વેપારીઓને હેરાન કરે છે. હકીકતે આજુમાં રહેતા લોકોને પોતાનું ફોરવ્હીલ વાહન ગેરકાયદેસર રીતે આ હોકર્સ ઝોનમાં પાર્ક કરવા હોય અને જો આ પાઈપ નાખવામાં આવે તો આ ગેરકાયદેસર રીતે વાહન પાર્ક કરતા લોકોને અહિં પાર્ક કરવા ના મળે જેથી કરીને તેઓ ઈચ્છે છે કે હોકર્સ ઝોનમાં આવવા જવા માટે પાઈપવાળો રસ્તો કરવામાં ના આવે. તે ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના જગ્યા રોકાણ શાખાના માણસો પણ અમોને અવાર-નવાર હેરાન કરે છે.

તે ઉપરાંત સદરહુ હોકર્સ ઝોનમાં અમુક લોકોએ ગેરકાયદેસર રીતે દરવાજા મુકી દિધેલ છે અને તેમનો એકમાત્ર આશય આ હોકર્સ ઝોનમાં વ્યવસાય કરતા વેપારીઓને હેરાન કરવાનો છે. આમ, અમારી ઉપરોકત તકલીફોને ધ્યાને લઈને દર્શાવેલ તકલીફો દૂર કરવા આપને અમારી નમ્ર અરજ છે. આ પહેલા પણ અનેક વખત અમોએ રજુઆતો કરેલ છે પરંતુ અમારી તકલીફોનો પરમેનન્ટ દૂર કરવામાં આવેલ નથી, જેથી આપ સાહેબ આ તકલીફોનું કાયમી સોલ્યુશન કરી આપવા નમ્ર અરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *