ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઇ શેઠની બિનહરીફ જાહેર
અમરેલી-રાજુલા શહેરની મહત્વપૂર્ણ સહકારી સંસ્થા અમરેલી-રાજુલા નાગરિક બેન્કમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં પ્રમુખ તરીકે વિજયભાઈ કોટીલા તથા ઉપપ્રમુખ તરીકે કશ્યપ શેઠને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
આ બેન્કની ચૂંટણી પ્રક્રિયામાં તારીખ 28-12-2025ના રોજ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી બાકી હતી. જે પ્રક્રિયા આજે પૂર્ણ થતા આજ રોજ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે સત્તાવાર વરણી જાહેર કરવામાં આવી.
વરણી જાહેર થયા બાદ શહેરના વેપારીઓ અને આગેવાનો દ્વારા નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખનું સન્માન કરી આવકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બેન્કના વિકાસ અને સભ્યોના હિતમાં નવા નેતૃત્વ દ્વારા કામગીરી વધુ મજબૂત બનશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી હતી સાથે સાથે ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા પણ પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
