ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ખોડલધામ ખાતે શીશ ઝૂકાવ્યું

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો આજે લેઉવા પટેલ સમાજના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ ખાતે શિસ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ…

ખોડલધામ ચેરમેન નરેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્દેદારો આજે લેઉવા પટેલ સમાજના આસ્થા કેન્દ્ર એવા ખોડલધામ ખાતે શિસ ઝુકાવી મા ખોડલના આશીર્વાદ લીધા હતા, પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત પ્રશાંત કોરાટ ખોડલધામ ખાતે દર્શન કરવા આવ્યા હતા, તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશ ધડુંક, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા, મહિલા મોરચાના અંજુબેન તેમજ નીરવભાઈ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રદેશ હોદ્દેદારોનું માતાજીનો ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ પ્રદેશ સંગઠનના આગેવાનોના આગમનને લઈ રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ખોડલધામ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા, અને દર્શન દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ આજે મા ખોડલના આશીર્વાદ મેળવવા ખોડલધામ આવ્યા છીએ, ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ પર ખરો ઉતરવા સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસો કરશું,સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે તમામ પ્રદેશ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *