ડરામણી મિસ્ટ્રી લેડીનો ફોટો મૂકી બુરી નજરથી બચવાનો ઉપાય !

બેન્ગલોરમાં ક્ધસ્ટ્રક્શન-સાઇટ્સ અને બજારોમાં એક મિસ્ટરી લેડીનાં પોસ્ટરો એટલીબધી જગ્યાએ જોવા મળ્યાં છે કે એ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. પછીથી જાણવા મળ્યું…

બેન્ગલોરમાં ક્ધસ્ટ્રક્શન-સાઇટ્સ અને બજારોમાં એક મિસ્ટરી લેડીનાં પોસ્ટરો એટલીબધી જગ્યાએ જોવા મળ્યાં છે કે એ હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું છે. પછીથી જાણવા મળ્યું હતું કે આ પોસ્ટરો કર્ણાટકની એક યુટ્યુબર નિહારિકા રાવનાં છે.વાત શરૂૂથી શરૂૂ કરીએ તો એક સોશ્યલ મીડિયા યુઝરે આ પોસ્ટરનો ફોટો મૂકીને કર્યા કે, આ કોનાં પોસ્ટરો છે અને એમને ક્ધસ્ટ્રક્શન-સાઇટ્સ, દુકાનો વગેરેની બહાર કેમ લગાડવામાં આવી રહ્યાં છે એ મને સમજાતું નથી.

આ સવાલ પછી બેન્ગલોરના નેટિઝન્સે રહસ્ય ખોલ્યું હતું કે આ માન્યતાનું પરિણામ છે અને આ લેડીના ફોટોનો ઉપયોગ દુષ્ટ નજરથી બચવા માટે કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ દાવો કર્યો કે આ પોસ્ટર અહીંની ટ્રેડિશન પ્રમાણે નઝર બટ્ટુ છે જે બેડ લક, ખરાબ વશીકરણ અને નકારાત્મક ઊર્જાથી તમારી પ્રોપર્ટીને બચાવે છે. એક રીતે આ લોકમાન્યતા પ્રમાણે સુરક્ષા માટેનું સિમ્બોલ છે. કેટલાક નેટિઝન્સે મજાકમાં એવો પણ દાવો કર્યો કે આ ડરામણો ચહેરો બહાર રાખીને લોકો ચોરને તેમના ઘરથી દૂર રાખી રહ્યા છે.

જોકે એક યુઝરે આ પોસ્ટરમાં રહેલાં સાડી પહેરેલાં મોટી-મોટી આંખોવાળાં બહેન કોણ છે એ શોધી કાઢવાનું બીડું ઝડપ્યું. તેણે અઈં ચેટબોટની મદદ લઈને ફોટો ડીપ-સર્ચ કર્યો ત્યારે ખબર પડી કે આ ફોટો યુટ્યુબર નિહારિકા રાવનો છે.2023માં એક વાઇરલ ક્લિપમાં નિહારિકાનો આ અત્યંત આઘાત પામેલો ચહેરો પછી પોપ્યુલર મીમમાં પણ વપરાવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *