પડધરીના ફતેપરામાં યુવાને બીમારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત

તાલાળા નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢાએ દમ તોડયો પડધરી તાલુકાના ફતેપરા ગામે ખેતમજુરી અર્થે આવેલા યુવાને બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.…

તાલાળા નજીક બાઈક અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢાએ દમ તોડયો

પડધરી તાલુકાના ફતેપરા ગામે ખેતમજુરી અર્થે આવેલા યુવાને બિમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીના ફતેપર ગામે રહેતા કનિયાભાઈ ગુલાબસિંગ બામણીયા નામનો 25 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશનો વતની હતો અને તેને સંતાનમાં ત્રણ પુત્રી છે. પગની બિમારીથી કંટાળી યુવાને આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં વેરાવળના ઈણાજ ગામે રહેતાં જયાબેન ભીમાભાઈ વાળા (ઉ.45) 10 દિવસ પૂર્વે બાઈક પર બેસીને જઈ રહ્યા હતાં ત્યારે તાલાળા પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *