વોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપ

સંપ સફાઈ કામગીરી અંતર્ગત રેલનગર સહિતના 45થી વધુ વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા શનિવારે તા. 17 ના રોજ રેલનગર વિસ્તારોમાં પાણીકાપની…

સંપ સફાઈ કામગીરી અંતર્ગત રેલનગર સહિતના 45થી વધુ વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે

મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા શનિવારે તા. 17 ના રોજ રેલનગર વિસ્તારોમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ ંન. 3 ના અનેક વિસ્તારોમાં સંપની સફાઈકામગીરી કરવાની હોય સટડાઉન જાહેર કરી પાણીકાપ ઝીંકવામાં આવ્યું છે.

સેન્ટ્રલ ઝોન હસ્તકના રેલનગર હેડવર્કસ ખાતે આગામી તા.17/01/2026ના રોજ નવા બનેલા GSRના જુના GSRસાથે જોડાણ સબબ તેમજ પમ્પીંગ સ્ટેશન ખાતે સંપ સફાઈની કામગીરી તેમજ સંપની અંદર પાઈપલાઈન રીપેરીંગની કામગીરી સબબ શટ ડાઉન લેવાનું હોવાથી રાજકોટ શહેરના વોર્ડ નં.03(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. જે અન્વયે નીચેના જણાવેલ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. વોટરવર્કસ વિભાગ દ્વારા વોર્ડનં. 3 ના રેલનગર-1, રેલનગર -2 શેરી નં. 1 થી 14, સંતોષીનગર, પોપટપરા વિસ્તાર, અમૃત રેસીડેન્સી, નારાયણ નગર, શકિત સોસાયટી, આસ્થા ચોક, સરદાર પટેલ, 53 કવાટર્સ, સુર્યા પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, અર્પણા પાર્ક, શ્રીનાથજી પાર્ક, નાથદ્વારા સોસાયટી, રધુનંદન સોસાયટી, સમર્પણ પાર્ક, અમરનાથ પાર્ક, શિવમ પાર્ક, મુરલીધર પાર્ક, લોર્ડ ક્રિષ્ના પાર્ક, ધનશ્યામ રેસીડેન્સી, રામેશ્વર પાર્ક શેરી નં.1 થી 6, શિવ દર્ષ્ટિ, શીતલ પાર્ક 1 અને 2, સ્વામીનારાયણ રેસીડેન્સી, સદગુરૂૂ પાર્ક, મધુવન પાર્ક, રાધિકા રેસીડેન્સી, મોહન પાર્ક, પ્રમુખસ્વામી. સોસાયટી, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, વીર સાવરકર ટાઉનશીપ, સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, લાલબહાદુરશાસ્ત્રી ટાઉનશીપ, ડો.હેડગેવાર ટાઉનશીપ, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ, ભગીની નીવિદીતા ટાઉનશીપ વિગેરે તમામ ટાઉનશીપ, મિયાણાવાસ પોપટ પરા, ગોદામ સામે મફતિયાપરા, નાળા પાસે સંતોષી મફતિયાપરા, સેન્ટ્રલ જેલ, સુંદરમ સિટી, સુંદરમ ગોલ્ડ, અતુલ્યમ ગ્રીન તથા ધ સ્પેશ બિલ્ડીંગ રત્નમ સ્કાય લાઇન (માધાપર ચોક) સુધીનો તમામ વિસ્તારોમાં પીવાનું પાણી નહીં મળે અને રવિવારના રોજ રાબેતા મુજબ ટાઈમટેબલ પ્રમાણે વિસ્તારવાઈઝ પાણી વિતરણ પુન: શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *