કરૂણા અભિયાન અંતર્ગત દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓને નવજીવન

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ…

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શનમાં ’કરુણા અભિયાન’ શરૂૂ થઇ ચુક્યું છે. શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા આયોજિત પક્ષી બચાઓ અભિયાન-2026’ માં પતંગનાં દોરાઓથી ઘવાયેલા ઘણા પક્ષીઓ સારવાર માટે લાવવામાં આવ્યા છે.

એનિમલ હેલ્પલાઈનનો મેડીકલ સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ સતત ખડે પગે રહીને પક્ષીઓની સારવાર કરી રહ્યું છે જેથી કરીને તેમનું જીવન બચાવી શકાય. જો કે કરૂૂણા અભીયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઈને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતાં. તા.10 થી તા.15 દરમિયાન પતંગનાં દોરાઓથી ઘવાયેલા, ઈજા પામેલા 430 થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં 368થી વધુ કબૂતરો, 3 કોયલ, 2 હોલા, 2 પોપટ, 2 ખિસકોલી, 1 ચામાચિડિયું, 1 ઘુવડ, 1 માયના અને 1 ચકલીનો સમાવેશ થાય છે એમ 430થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આજે પણ ે 9 વાગ્યા સુધી એનીમલ હેલ્પલાઈનનો કંટ્રોલ રૂૂમ કાર્યરત રહેશે. રાજકોટનાં જીવદયા પ્રેમી ક્લેક્ટર ડો.ઓમ પ્રકાશનાં માર્ગદર્શનમાં ત્રિકોણબાગ ચોક, ખાતે રાજયનો સૌથી મોટો કંટ્રોલ રૂૂમ શરૂૂ કરાયો છે. આ કંટ્રોલરૂૂમ આજે સાંજ સુધી કાર્યરત રહેશે.

રાજકોટ માં ”કરુણા અભિયાન2026” અંતર્ગત ભારતના સૌથી મોટા કંટ્રોલ રૂૂમનું રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ૠઈઈઈંના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, દેવાંગભાઈ માંકડ દંપતી, મુકેશભાઈ પાબારી, જશોમતીબેન વસાણી (પૂર્વ ડેપ્યુટી મેયર), હીનાબેન પોપટ, એડવોકેટ કમલેશભાઈ શાહ અને એડવોકેટ જીગ્નેશભાઈ શાહ અનિલભાઈ દેસાઈ (પૂર્વ પ્રમુખ અને ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી) ઉપસ્થિત રહ્યા હતા.

ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલા સાહેબ, ડોક્ટર હિરપરા સાહેબ ડોક્ટર જાકાસણીયા તથા ડોક્ટર ઉપેન્દ્ર પટેલ, જૈન અગ્રણી અનીશભાઈ વાધર, જીવદયા પ્રેમી ચંદ્રકાંતભાઈ શેઠ, વિરાભાઈ હુંબલ, નરોત્તમભાઇ પોપટ પરિવાર, મનીષભાઈ ભટ્ટ, હરેશભાઈ કાનાણી, કુમારપાળભાઈ શાહ, મોદી સ્કુલના આત્મનભાઈ મોદી અને કુંજલબેન મોદી, તપસ્વી સ્કૂલના અમિશભાઈ દેસાઈ, જૈન સોશિયલ ગ્રુપ યુવાના તમામ હોદ્દેદારો, યુએસથી પધારેલા ઉંઅઈંગઅના પાસ્ટ પ્રેસિડેન્ટ મહેશભાઈ વાધેર, સહિતના શ્રેષ્ઠીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ’કરૂૂણા અભિયાન’ માં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના ડો. ટાંક, ડો. ભટ્ટ , ડો. પરીખ , ડો. ગર્ગ , ડો. ડી. એન બોરખત્રિયાના નેતૃત્વમા નિષ્ણાંત તબીબો, પશુપાલન વિભાગના ડો.ગોહિલ (રિજીયોનલ જોઈન્ટ ડાયરેક્ટર)ના નેતૃત્વમાં ડો. ગરાડા, ડો. ડઢાણિયા, ડો. સિંગલ, ડો. કુંડારિયા, શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવિ માલવીયા, ડો. ઉપેન્દ્ર પટેલ, ડો. વિવેક કાલોલ, ડો. નીલેશ પાડલીયા, ડો. માનિની ગેલ્ટ, ડો. ધ્રુવીબેન મિસ્ત્રી, ડો. શ્રદ્ધાબેન સાવલિયા, ડો. ઝરણાબેન વધેર, ડો. જયદીપકુમાર બારોટ, ડો. આશિષ ગઢાદરા, ડો. યશ સંઘાણી, ડો. જયપાલસિંહ ઝાલા, ડો. શુભ પટેલ, ડો. કૃણાલકુમાર પરમાર, ડો. દીપકકુમાર નાયી, ડો. મીત પટેલ, ડો. કોમલબેન આસરી, ડો. મિતકુમાર પરમાર, ડો. વ્યોમેશકુમાર ડામોર, ડો. જનકકુમાર પારેખ, ડો. જયકુમાર ડામોર, ડો .ચાર્મિબેન મેહતા સાથી ટીમનાં 50 તબીબો પોતાની સેવા આપી હતી. ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં મેમ્બર મિતલ ખેતાણી, શ્રી કરૂૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઇનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ધીરૂૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *