રાજકોટ જિલ્લા કોંગ્રેસનું 33 સભ્યોનું સંગઠન જાહેર, મહિલાઓને પણ સ્થાન

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં સતાધારીપક્ષનું સંગઠન હજુ જાહેર થયું નથી ત્યાં જિલ્લા કોંગ્રેસે 33 સભ્યોનું સંગઠન જાહેર કરાયું છે.…

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં સતાધારીપક્ષનું સંગઠન હજુ જાહેર થયું નથી ત્યાં જિલ્લા કોંગ્રેસે 33 સભ્યોનું સંગઠન જાહેર કરાયું છે.

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા દ્વારા 33 સભ્યોનું જિલ્લાનું સંગઠન માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 10 ઉપપ્રમુખ 10 મંત્રી, પાંચ મહામંત્રીઓ, 3 સંગઠન મંત્રી, 3 કારોબારી સભ્ય અને 1 કાર્યાલય મંત્રીનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે યતીશ દેસાઈ, જયેન્દ્રસિંહ ચૌહાણ, કૃપણકાંત ચોટાઈ, પીનલબેન સાવલીયા, મુકે શભાઈ કાણાંતરા, વિપુલભાઈ બાવળીયા, મૈયાત્રા જયેશભાઈ, મનહરસિંહ જાડેજા, શિવાભાઈ સીપરીયા, અને ઘનશ્યામસિંહ ઝાલાની નિયુકતી કરાય છે. જયારે મહામંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કાનજીભાઈ રાદડિયા, લલીતભાઈ પટોળીયા, જયસુખભાઈ પારઘીલ, રણજીતભાઈ ગોહિલ, ગોવિંદભાઈ પરમાર, અરવિંદભાઈ રાજપરા, જશવંતસિંહ હડિયલ, વિપુલભાઈ વોરા અને જયશ્રીબેન બગડાની મંત્રી તરીકે વિપુલભાઈ ઝાપડીયા, ભૂપતભાઈ કનેરીયા, જયદીપભાઈ વસોયા, સુરેશભાઈ છાયાણી અને મેઘજીભાઈ ચાવડાની નિયુકતી કરાય છે.

સંગઠન મંત્રી તરીકે ગોપાલભાઈ સલાટ, મનોજભાઈ વાઘેલા, મનસુખભાઈ કટીર જયારે કારોબારી સભ્ય તરીકે સેયદ રફીકમીયા મજીદમીયા, જયંતી ગોહિલ અને નયનભાઈ જીવાણીની જયારે કાર્યાલય મંત્રી અને મીડિયા ઈન્ચાર્જ તરીકે ગોપાલભાઈ મોરવાડીયાની નિયુક્તી કરાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *