રાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડી

રાજકોટ શહેરમાં કરોડો રૂૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની લાલચ આપી એક યુવાન સાથે લાખોની છેતરપિંડી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લોન અપાવવામાં મોટાવરાછાના રસીક…

રાજકોટ શહેરમાં કરોડો રૂૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની લાલચ આપી એક યુવાન સાથે લાખોની છેતરપિંડી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લોન અપાવવામાં મોટાવરાછાના રસીક ઉર્ફે આર કે સહિતે નાણા પડાવતા સુરત શહેરના ઉત્રાણ પોલીસે ગુનો નોંધ્યો છે.

વધુ વિગતો મુજબ,રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે ક્રાંતિવીર ટાઉનશીપમાં રહેતા ભવ્ય મનસુખભાઈ વિઠલાપરા (ઉ.24)ના પત્ની દ્રષ્ટીબેન છે જે ગ્રાફિક ડીઝાઇનનુ કામ કરે છે તથા તેમના મમ્મી મનિષાબેન ઘરકામ કરે છે તથા દાદી જયાબેન જેઓ નિવૃત જીવન જીવે છે તેમજ બહેન ઇશીતાબેન તેણીના સાસરીમા રહે છે અને પિતાજી મનુસુખભાઇ પાંચેક વર્ષ પહેલા હાર્ટ એટેકના કારણે મરણ ગયેલ અને ભવ્ય રાજકોટના આકાશદિપ મેઇન રોડ ઉમિયાચોક પાસે જલી હેર સલુનની દુકાન ચલાવે છે.તેમની દુકાને આવતા કાર્તિક હસમુખભાઈ બાવીશી સાથે ઓળખાણ થઈ હતી. ભવ્યને કાર્તિકે જમીન મકાનની દલાલી કામ કરુ છું. તમે મોટું સાહસ કરો,હું તમને કાર્તિકે કરોડો રૂૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની વાત કરી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. લોન પ્રક્રિયા માટે તેમને સુરત માટે કાર્તિકે તેમને સુરત શહેરના મોટાવરાછા સ્થિત પાટીદાર ચોકમાં રહેતા રસિક ઉર્ફે આર કે પાસે કાર લઈને મળવા લઈ ગયો હતો.

બાદમાં મુંબઇમાં રહેતા શોએબ અને આયુષ અગ્રવાલ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ લોકોએ સાત કરોડની લોન માત્ર 4 ટકાના દરે અપાવવાનું નક્કી કર્યુ હતુ. જેમાં વકીલ ફી, ટ્રાન્સફોર્ટેશન ચાર્જ, બોર્ડ ચાર્જ સહિતના બહાને જુદા જુદા રૂૂપિયાની માંગણી કરી હતી.રાજકોટના ભવ્ય વિઠલપરાએ આંગડીયા પેઢી તેમજ ઓનલાઇન ટ્રાન્જેકશન મારફતે વારંવાર રકમ ચુકવી હતી. જેમાં તેની કાર પણ ગીરવે મુકી દીધી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ કાર્તિક બાવીશીને રૂૂ.2.60, રસીક ઉર્ફે આર.કે.ને રૂૂ.4.30 લાખ અને શોયેબ અને આયુષ અગ્રવાલને કુલ રૂૂ.25.55 લાખ ચુકવ્યા હતા.આમ કુલ રૂૂ.32.45 લાખની રકમ લોન પેટે ચુકવ્યા હતા. સમયાંતરે લોન અંગે પુછપરછ કરતાં કોઇ પ્રત્યુતર નહીં આપતા અંતે ભવ્યએ ઉત્રાણ પોલીસ મથકમાં કાર્તિક હસમુખભાઈ બાવીશી, રસીક ઉર્ફે આર.કે. વિનુભાઈ ખેની અને શોયેબ, આયુષ અગ્રવાલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના ભવ્ય વિઠલપરાને મોટું સાહસ કરવા માટે સસ્તા વ્યાજ દરે કરોડો રૂૂપિયા લોન પેટે આપવાનું કહીને કાર્તિક બાવીશીએ મોટાવરાછાના આર.કે. નામના શખ્સ સાથે મેળાપ કરાવ્યો હતો. જેમાં આર.કે.એ મુંબઇની હોટલમાં લઇ જઇને સાંસદ અશોકકુમાર યાદવના પી.એ.શોયેબ અને આયુષ અગ્રવાલ પાસે બ્લેકના નાણા પડયા છે. જે નાણા લોન પેટે આપવાનું કહીને ભવ્ય પાસેથી કુલ રૂૂ.32.45 લાખની રકમ પડાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *