રાજકોટમાં કાલે પતંગ સાથે બેટ-બોલના પણ લાગશે પેચ

ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી મેચ, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ આવતી કાલે રાજકોટના આકાશમાં પતંગોના દાવપેચ તો લાગશે પરંતુ સાથોસાથ રાજકોટના નિરંજનશાહ સ્ટેડિયમ ખાતે બેટ અને બોલ…

ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે બીજી મેચ, ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ

આવતી કાલે રાજકોટના આકાશમાં પતંગોના દાવપેચ તો લાગશે પરંતુ સાથોસાથ રાજકોટના નિરંજનશાહ સ્ટેડિયમ ખાતે બેટ અને બોલ વચ્ચેના પેચ પણ લાગશે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રાજકોટમાં બીજો ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે બન્ને ક્રિકેટ ટીમનું ગઈ કાલે રાજકોટમાં આગમન થયું હતું. ભારતની ક્રિકેટ ટીમ હોટલ પર પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટની વિકેટ હંમેશા બેટીંગ ફ્રેન્ડલી વિકેટ માનવામાં આવતી હોય છે. જેની કારણે આ મેચમાં પણ રનના ઢગલા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વભાવિક રીતે ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી હોવાને કારણે ટીમની મજબુતીને પણ ચાર ચાંદ લાગ્યા છે.

છેલ્લા દોઢ વર્ષથી વિરાટ કોહલી અને રોહિત શર્મા જે રીતે બેટીંગ કરી રહયા છે તે જોતા આ મેચમાં પણ બેટીંગ વિકેટ ઉપર તેઓ ન્યૂઝિલેન્ડના બોલરોને હંફાવશે તેમાં કોઈ શક નથી. ભારતીય ટીમની જ વાત કરીએ તો સુકાની તરીકે ફરી શુભમન ગીલ આવ્યા છે અને વડોદરા ખાતે રમાયેલા પ્રથમ મેચમાં તેમણે શાનદાર બેટીંગ પણ કરી હતી. ઈજાગ્રસ્ત થયા બાદ ગીલની આ પ્રથમ મેચ હતી. અને તેમાં સારા દેખાવથી તેનો આત્મવિશ્ર્વાસ પણ વધશે. રાજકોટની વિકેટની વાત કરીએ તો ગીલે આ પહેલા અહીં સેન્ચ્યુરી પણ મારી હતી એટલે એમના માટે રાજકોટનું મેદાન લક્કીમેદાન પણ બની શકે છે. ન માત્ર ગીલ પરંતુ શ્રેયસ અય્યરની પણ ટીમમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં લેક લેતી વખતે તેમને ઈજા થઈ હતી અને છ મહિના ક્રિકેટથી દૂર રહ્યા હતા. પરંતુ છેલ્લા મેચમાં તેમણે પણ શાનદાર બેટીંગ કરી વિરાટ કોહલી સાથે યસસ્વી ભાગીદારી નોંધાવીને ભારતને વિજય તરફ લઈ ગયા હતાં.

આ મેચમાં ભારતની ટીમ મજબુત છે. તો ન્યૂઝિલેન્ડની ટીમને પણ નબળી આંકી ન શકાય જે રીતે ન્યૂઝિલેન્ડની ટીમે વડોદરા ખાતે પ્રથમ બેટીંગ કરીને 300 રનનો સ્કોર કર્યો હતો. તે જોતા તેમને પણ નબળી ન આંકી શકાય. ન્યૂઝિલેન્ડ પાસે પણ કેટલાક સાનદાર ખેલાડીઓ છે એ ટીમનું પાસુ ગમે ત્યારે પલ્ટી શકે છે. ઓપનીંગ બેટ્સમેનમાં ડેવોન કોનવે ભારતની વિકેટ ઉપર રમવાનો બહોળો અનુભવ ધરાવે છે. આઈપીએલમાં તેમણે લગભગ મેદાન ઉપર અનેક મેચો રમી છે. ઉપરાંત નવોડીટ ઓપનર નિકોલ્સ પણ વડોદરામાં અર્ધસદી ફટકારી ચુક્યો છે. ડેરેલ મિચલની તો શું વાત કરીએ આક્રમક બેટીંગ માટે જાણીતા મિચલ ન્યુઝીલેન્ડ માટે સંકટ મોચન છે. એ ઉપરાંત ગ્લેન ફીલીપ્સ પણ છેલ્લી કેટલીક ઓવરોમાં આક્રમક બેટીંગ કરીને ન્યૂઝિલેન્ડને સાનદાર સ્કોર સુધી લઈ જઈ શકે છે.

જો કે, બોલીંગમાં ન્યૂઝિલેન્ડના અનુભવી બોલરોની કમી જોવા મળી રહી છે. અત્યારે દારોમદાર ફાસ્ટ બોલર ટાઈલ જેનીએશન પણ વધારે જોવા મળે છે. કે જેમણે છેલ્લા મેચમાં પણ ચાર વિકેટ ઝડપી હતી. ઉપરાંત માઈકલ બ્રેસવેલ, આદિત્ય અશોક જેવા બોલરો પણ ટીમમાં સામેલ છે. જો કે, બોલીંગની વાત કરીએ તો ભારતની ટીમમાં પણ બુમરાહ સામેલ નથી. વોશિંટન સુંદરને પણ ઈજા થતાં તે રાજકોટના મેચમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે ફરી એક વખત પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પર આધાર રાખવો પડશે.

જ્યાં સુધી રાજકોટના મેચના સવાલ છે ત્યાં સુધી મોટા ભાગની ટીકીટો વહેંચાઈ ગઈ છે. સંક્રાંતિની રજા હોવાના કારણે આ વખતે લોકો અગાસીના બદલે મેદાનમાં મેચ જોવા પહોંચે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્માનો કદાચ રાજકોટ ખાતે આ છેલ્લો મેચ હોઈ શકે છે. જેના કારણે આ બન્ને દિગ્ગજ ખેલાડીઓની રમત જોવા માટે પણ રાજકોટવાસીઓ ઉમટી પડશે.

આજે ભારત અને ન્યૂઝિલેન્ડની ટીમે મેદાન ઉપર નેટ પ્રેક્ટિસ પણ કરી હતી અને બન્ને ટીમના કોચ, કેપ્ટન અને સિનિયર ખેલાડીઓ વિકેટ જોવા માટે પહોંચ્યા હતાં. સામાન્ય રીતે રાજકોટની વિકેટ બેટીંગ ફેન્ડલી હોય અહીં પહેલા બેટીંગ કરવું કે ચેઝ કરવો તે નક્કી કરવુ મુશ્કેલ બનતું હોય છે. જો કે, નયુઝિલેન્ડ પ્રથમ બેટીંગ કરે તો પણ ભારત પાસે વિરાટ કોહલીના સ્વરૂપમાં દુનિયાનો શ્રેષ્ઠ ચેઈઝ માસ્ટર મોજુદ છે. કે જેને છેલ્લા મેચમાં પણ 93 રન કરીને મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો હતો.

કેન્દ્રીયમંત્રી પીયુષ ગોએલે પણ રાજકોટના મેચને યાદ કર્યો
વાઈબ્રન્ટ ગુજરાતમાં ગઈકાલે આવેલા કેન્દ્રીયમંત્રી પીયુષ ગોએલે પણ રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાતને લઈને બિઝનેસની વાતોને સાથે સાથે ક્રિકેટની વાતને પણ વણી લીધી હતી. તેમણે એક સેમિનારમાં પોતાનું વક્તવ્ય પુરુ કરી રહ્યા હતાં ત્યારે યાદ કર્યુ કે, બે દિવસ પહેલા વડોદરામાં ભારતે પહેલો વન ડે મેચ જીતી લીધો છે અને હવે બીજો મેચ પણ રાજકોટમાં થવા જઈ રહ્યો છે ત્યારે ટીમ વિજયભવની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને આશા છે કે રાજકોટના મેચમાં પણ ભારત વિજય હાંસલ કરી શ્રેણીમાં 2-0ની લીડ લઈ લેશે. તેમની આ વાતને વાઈબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં તાળીઓના ગળગળાટથી વધાવી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *