ખંભાળિયા નજીક ગેરકાયદેસર રેતી ભરેલા ટ્રેકટરને રોકનાર વનકર્મીને મારી નાખવાની ધમકી

ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામની સીમમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે ફોરેસ્ટ વિભાગમાં વન રક્ષક તરીકે નોકરી કરતા મૂળ અલિયાબાડા – જામનગરના રાજદીપસિંહ…

ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામની સીમમાં ગઈકાલે સોમવારે સાંજના સમયે ફોરેસ્ટ વિભાગમાં વન રક્ષક તરીકે નોકરી કરતા મૂળ અલિયાબાડા – જામનગરના રાજદીપસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ. 29) તથા અન્ય કર્મચારીઓ ફોરેસ્ટ વિભાગમાંથી ગેરકાયદેસર રીતે રહેતી ભરેલા ટ્રેક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે આ ટ્રેક્ટરને લઈને જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં મોટા આંબલા ગામના સબીર જુનસ દેશરાણી અને સાજીદ જુનસ દેશરાણી નામના બે શખ્સો ધસી આવ્યા હતા.

મોટરસાયકલ પર આવેલા આ બંને શખ્સોએ વન વિભાગના કર્મચારીઓ આડે પોતાનું મોટરસાયકલ ઊભું રાખી અને રેતી ભરેલું ટ્રેક્ટર રોકાવ્યું હતું. આ પછી બંને આરોપીઓએ ફરજ પરના કર્મચારીઓને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે ફરજમાં રૂૂકાવટ સબબ રાજદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે બંને આરોપીઓ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એચ. કરંગીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

મીઠાપુરમાં કારમાં દારૂૂ સાથે એક શખ્સ ઝડપાયો
મીઠાપુરના આરંભડા સીમ વિસ્તારમાંથી પોલીસે એક બોલેરો વાહનને અટકાવી તેમાં ચેકિંગ કરતા આ વાહનમાંથી 40 લીટર દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. ચાર લાખની કિંમતની બોલેરો વાહન તેમજ રૂૂ. આઠ હજારની કિંમતના દારૂૂ સહિત કુલ રૂૂ. 4.08 લાખના મુદ્દામાલ સાથે કિશનભા બાલાભા સુમણીયા (રહે. કૃષ્ણનગર – આરંભડા) ની પ્રોહી. એક્ટ હેઠળ અટકાયત કરી હતી.

ખંભાળીયાના ભાતેલ ગામે હાર્ટએટેકથી યુવાનનું મોત
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા મહિપતસિંહ ગુલાબસંગ જાડેજાને ગત તા. 5 જાન્યુઆરીના રોજ છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ પેરેલીસીસનો એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ. 34) એ અહીંની પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *