WPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યું

  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગઇકાલે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના પોતાના બીજા મેચમાં UP વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું, ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ રમી…

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગઇકાલે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના પોતાના બીજા મેચમાં UP વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું, ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ રમી હતી. દીપ્તિ શર્મા અને ડિએન્ડ્રા ડોટિનના લડાયક ઇનિંગ્સના આધારે, UPએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને કુલ 143 રન બનાવ્યા હતા જેમાંં દીપ્તિએ 35 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા. ડોટિને 37 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા. બંનેએ 93 રનની ભાગીદારી નોંધાવી, જેનાથી યુપીને સન્માનજનક સ્કોર બનાવવામાં મદદ મળી.

ટાર્ગેટ એટલો સરળ નહોતો કે જેટલી આસાનીથી હેરિસ અને મંધાનાની જોડીએ બનાવી દીધો. આ જોડીએ પાવરપ્લેમાં 78 રન ઉમેર્યા અને હેરિસે 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. 84 રન પર હેરિસને પણ જીવનદાન મળ્યું. 12મી ઓવરના બીજા બોલ પર લોંગ-ઓન પર હરલીન દેઓલે તેનો કેચ છોડી દીધો. જોકે શિખા પાંડેએ તે જ ઓવરના ચોથા બોલ પર મેગ લેનિંગની બોલ પર તેને આઉટ કરાવી. હેરિસે 40 બોલમાં 85 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું. 137 રનના સ્કોર સાથે તેની વિકેટ પડી હતી. આગામી ઓવરના પહેલા બોલ પર દીપ્તિ શર્માએ બાય આપી જેનાથી આરસીબીને વિજય મળ્યો.

મંધાના પોતાની અડધી સદી પૂર્ણ કરી શકી નહીં. તે 32 બોલમાં 47 રન બનાવીને અણનમ રહી, જેમાં નવ ચોગ્ગા ફટકાર્યા. રિચા ઘોષ બે બોલમાં ચાર રન બનાવીને અણનમ રહી, જેમાં એક ચોગ્ગા ફટકાર્યા. પહેલા, યુપી સારી શરૂૂઆત કરી શક્યું ન હતું. તેમના બેટ્સમેન ઝડપથી સ્કોર કરી શક્યા ન હતા. પાવરપ્લેમાં તેઓ એક વિકેટ ગુમાવીને ફક્ત 36 રન બનાવી શક્યા. ત્યારબાદ, શ્રેયંકા પાટિલ અને ડી ક્લાર્કે એક જ ઓવરમાં બે-બે વિકેટ લઈને યુપીની કમર તોડી નાખી. ટીમની પહેલી વિકેટ પાંચમી ઓવરના બીજા બોલ પર હરલીન દેઓલના રૂૂપમાં પડી, જેણે ફક્ત 11 રન બનાવ્યા. ત્યારબાદ ડી ક્લાર્કે આઠમી ઓવરના પહેલા બોલ પર લેનિંગને આઉટ કરી, જે ફક્ત 14 રન બનાવી શકી. કલાર્કે તે જ ઓવરના છેલ્લા બોલ પર ફોબી લિચફિલ્ડને પણ આઉટ કરી જે ફક્ત 20 રન બનાવી શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *