ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને પતરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ભાવનગર શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર…

ભાવનગર શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂૂપિયાની ઉઘરાણી કરી માર મારી છરી બતાવી પરિવારના સભ્યોને પરેશાન કરવાની ધમકી આપતા યુવાને ગળા પર પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવ ની વિગતે એવી છે કે ભાવનગર શહેરના ભરતનગર શાકમાર્કેટ વિસ્તારમાં રહેતા પરેશભાઈ જગદીશભાઈ મૂળચંદણીએ અજય ભલાભાઈ મેર પાસેથી ચારેક વર્ષ પહેલા રૂૂ.2,40,000 પંદર ટકા વ્યાજે લીધા હતા.વ્યાજે લીધેલા રૂૂપિયાનું દર મહિને રૂૂ.15 હજાર વ્યાજ પરેશભાઈ ચૂકવતા હતા. દરમિયાનમાં પરેશભાઈ પાસે રૂૂપીયાની સગવડ ન હોય અજયને વ્યાજના રૂૂપીયા આપેલ નહિ જેથી રાત્રીના સાડા દસેક વાગ્યે પરેશભાઈ બ્લોકમાં ઘરેથી લીફ્ટમાં બેસીને નીચે જતા હતા ત્યારે આ દરમ્યાન લિફ્ટની અંદર ગોપાલ ભલાભાઇ મેર (રહે. માલધારી, શિક્ષક સોસાયટી) પણ હતો.

જેણે લીફ્ટ અંદર મારામારી કરી ગાળો આપી વ્યાજ અને મુળગા રૂૂપિયાની કરી અને કહેલ કે જો તુ મારા ભાઈ અજયના વ્યાજના રૂૂપીયા આપીશ નહિ તો તને આજે જીવતો જવા નહિ દવ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી લિફ્ટમાંથી નીચે લાવી ગોપાલે ઢીંકા પાટુંનો માર મારી છરી કાઢી કહેલ કે આ છરી તારી સગી નહિ થાય તેમ કહી બળજબરી કરી રૂૂ.એક લઇ લીધા હતા અને ગોપલે જતા જતા કહેલ કે તુ મારા ભાઇ અજયના વ્યાજના રૂૂપીયા નહિ આપ તો તેને તથા તારા ઘરના સભ્યોની હેરાન પરેશાન કરી નાખીશ તેમ કહિ ને જતો રહ્યો હતો.

અને આ ગોપાલ મેર તથા અજય મેરની બીકના કારણે પોતાના ફ્લેટમાં નીચે જાતેથી ગળાના ભાગે પતરી મારી ઇજા આત્મહત્યાનો પ્રયાસ કરતા પરેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પરેશભાઈએ બે શખ્સ વિરૂૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *