વડાપ્રધાન મોદી ગયા, અમિત શાહ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં

ગાંધીનગર-અમદાવાદમાં કાર્યક્રમો, પતંગની મોજ માણશે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન મોદી દિલ્હી પહોંચ્યા છે ત્યાં કેન્દ્ર સરકારમાં નંબર-ટુનું સ્થાન ધરાવતા ગૃહમંત્રી અમિત શાહ…

ગાંધીનગર-અમદાવાદમાં કાર્યક્રમો, પતંગની મોજ માણશે

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન મોદી દિલ્હી પહોંચ્યા છે ત્યાં કેન્દ્ર સરકારમાં નંબર-ટુનું સ્થાન ધરાવતા ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ તા.13 થી તા.15 જાન્યુઆરી સુધી ત્રણ દિવસની અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યાં છે.

અમિત શાહના પ્રવાસનો પ્રથમ દિવસ 13 જાન્યુઆરીના રોજ અમદાવાદ પહોંચશે ત્યારે સવારે 10:15 કલાકે: માણસા ખાતે એસ.ડી. આર્ટસ અને બી.આર. કોમર્સ કોલેજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે. આ સાથે માણસામાં અન્ય વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. સવારે 11:45 કલાકે: ગાંધીનગરના પેથાપુરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ નિર્માણ પામનારા અત્યાધુનિક બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે.

બપોરે 2:15 કલાકે: અમદાવાદના સનાથલ (જીવણપુરા રોડ) ખાતે ગ્લોબલ એક્સેલન્સ માટેની ફાર્માસ્યુટિકલ એકેડમીનું ખાતમુહૂર્ત કરશે. સાંજે 4:15 કલાકે: આણંદ જિલ્લાના ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) ના 15માં પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપશે અને સાંજે 5:45 કલાકે: ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા પ્રસિદ્ધ સંતરામ મંદિરે દર્શનાર્થે જશે.

જ્યારે તા.14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે અમિત શાહ પરંપરાગત રીતે ભગવાનના દર્શન અને કાર્યકરો સાથે તહેવારની ઉજવણી કરશે, સવારે 10:30 કલાકે: અમદાવાદના જગન્નાથ મંદિરે દર્શન અને ગૌપૂજન સાથે દિવસની શરૂૂઆત કરશે., સવારે 11:15 કલાકે: નારણપુરામાં હાઉસિંગ બોર્ડની રિ-ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સૂર્યા એપાર્ટમેન્ટ (વિભાગ 2) નું ભૂમિપૂજન કરશે., સવારે 11:30 કલાકે: નારણપુરા સ્થિત અર્જુન ગ્રીન ફ્લેટ ખાતે સ્થાનિક કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે, બપોરે 3:15 કલાકે: અખબારનગર વિસ્તારના આસ્થા ઓપલ ખાતે કાર્યકરો સાથે મકરસંક્રાંતિ ઉજવશે અને બપોરે 3:45 કલાકે: નવા વાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધારશે પોતાના પ્રવાસના અંતિમ દિવસે, એટલે કે 15 જાન્યુઆરીએ સવારે 10:45 કલાકે તેઓ અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે એક સાહિત્યિક કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડો. ગૌતમ પટેલ દ્વારા સંપાદિત ’આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી’નું વિમોચન તેમના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ દિલ્હી રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *