ભાવનગરમાં પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રિક શોક લાગવાથી બાળકનું મોત

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે બાળકીને ઇજા પહોંચતા સારવારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાજ કિસ્સો ભાવનગરમાં બન્યો છે જેમાં પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રીક શોક લાગવા…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, બે બાળકીને ઇજા પહોંચતા સારવારમાં

માતા-પિતા માટે લાલબત્તી સમાજ કિસ્સો ભાવનગરમાં બન્યો છે જેમાં પતંગ લૂંટવા જતા ઇલેક્ટ્રીક શોક લાગવા થી એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે બે બાળકીઓને ઇજા પહોંચી છે.

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના શીતળા માતાના મંદિર પાસે ખોડીયાર નગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા તે સમયે નિકુંજ ગોકુળભાઈ મકવાણા નામના 12 વર્ષના બાળકને ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો .જેની સાથે 13 વર્ષની બાળકી સેજલ મકવાણા અને 15 વર્ષની બાળકી ખુશી મકવાણા ને પણ ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો, જે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબો એ નિકુંજ મકવાણા ને તપાસી મૃત જાહેર કર્યો, જયારે બંને બાળકીઓને સારવારમાં ખસેડવામાં આવી. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોક ની લાગણી ફેલાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *