બસના ચાલકને, લાફા ઝીંકી કહ્યુ, મારો ચહેરો યાદ રાખજે: પોલીસે ફરિયાદ નોંધી
રેલનગરમાં રહેતા અને સ્કૂલ બસ ચલાવતા દેવાંગભાઈ યશવંતભાઈ ધામનકર(ઉ.વ.31) પોતાની સ્કૂલ બસમાં બાળકોને ઘરે મુકવા જતા હતા ત્યારે માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકા નજીક ડબલ સવારી સ્કૂટરમાં આવેલા મોહિતરાજસિંહ હઠીસિંહ સોલંકીએ બસમાં ચડી બસ સરખી ચલાવવાનું કહી લાફા મારી ઢીકા પાટુનો માર મારી ધમકી આપતા બસના ચાલકે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દેવાંગભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું વેસ્ટ વુડ શાળાની સ્કુલ બસ ચલાવી મારૂૂ તથા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ. ગઇ તા.07/01ના રોજ બપોરે બે વાગ્યા આસપાસ હુ અમારી શાળાની બસ લઈ શાળાના વિદ્યાર્થીઓને વિનાયક વાટીકા વિસ્તારમાં આવેલ તેમના ઘરે મુકવા જતો હતો તે દરમ્યાન વિનાયક વાટીકામાં શેરી નં.3 પાસે મારી બસની સ્પીડ 12-15 પ્રતિ કી.મી./કલાકની હતી તે દરમ્યાન શેરીની ચોકડી પાસે બે વ્યક્તિઓ સ્કૂટર લઇ મને ખબર લઇને ઉભેલ હતાં અને જેવી મારી બસ તેમની પાસેથી પસાર થવા જતી હતી તે દરમ્યાન અચાનક સ્કૂટર ચાલકે તેના કબજાનુ સ્કૂટર શેરી વચ્ચે લઇ પસાર થયું હતું.જેથી મે મારા કબ્જાની બસને એકદમ બ્રેક મારી ઉભી રાખી દીધેલ જેથી અકસ્માત થયો નહોતો અને ત્યાં આ સ્કૂટરની પાછળ કાળા કલરનુ જેકેટ પહેરી બેસેલ વ્યક્તિએ મને ગાળ આપી મારા કબ્જા વાળી બસમાં ચડી ગયેલ અને મારી સાથે ગાળા ગાળી કરવા લાગેલ અને તને દેખાતુ નથી તેમ કહી મારી સાથે ઝગડો કરવા લાગ્યો હતો.
જેથીમે તે વ્યક્તિને બસમાં નાના છોકરાઓ છે તમે બસમાં ઝગડો કરો નહી ચાલો હુ નીચે ઉતરી તમારી સાથે વાત કરૂૂ છુ તેમ જણાવતાં આ વ્યક્તિ અને હુ બસમાંથી નીચે ઉતરેલ અને તે મારી સાથે મારા મારી કરવા લાગેલ અને મને છ સાત લાફા અને ઢીંકા મારી હવે આવી રીતે બસ ચલાવી છે તો જાનથી મારી નાખીસ અને આ મારો ચહેરો તુ યાદ રાખજે તેવુ કહી તે નિકળી ગયેલ જેથી હુ બસમાં બેસેલ વિદ્યાર્થીઓને તેમના ઘરે ઉતારી અમારી શાળાએ પહોચ્યો ત્યા અમારી શાળાના ટ્રાંસ્પોર્ટ મેનેજર જયેશભાઇએ મને જાણ કરેલી કે,મોહીતરાજસિંહ હઠીસિંહ સોલંકીનો શાળામાં ફોન આવેલ છે અને તમે બસ બરાબર ન ચલાવતા હોય જેથી તેઓએ તમારી સાથે ઝગડો કરેલ છે અને તમે બસ બરાબર ન ચલાવતા હોવાની શાળામાં ફરીયાદ કરેલ છે.આ મામલે બસ ટ્રાન્સપોર્ટ મેનેજરને વાત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
