કોટડાસાંગાણી તાલુકામા છેલ્લા ત્રણેક મહિનાથી સિંહણ ના આટા ફેરા કરવામાં આવી રહી હતી અને ખેડૂતોને વાડીએ જવું હોયતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને સિંહણ છેલ્લા 15 દીવસથી સોળીયા ગામની સીમમાં આવેલ હતી ત્યાં એક નીલ ગાયનું મારણ કર્યું હતું અને ફરીથી સિંહણ બીજું પણ નીલ ગાયનું મારણ કર્યું હતું અને લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને ખેડૂતોને પોતાની વાડીએ જવું પણ મુશ્કેલ બની ગયું હતું.આ સિંહણના સતતં સમાચારોમાં અને વિડિયો બનાવીને વાયુવેગે પ્રસરતા થયા અને તંત્ર દ્વારા તાત્કાલિક પીજરા ઓ મુકીને સિંહણને રેશીયુ કરવામાં પીંજરામા ધેટાં નું બચલુ મુકવામાં આવેલ અને સિંહણને પકડવા માટે પીંજરા મુકવામાં આવેલ પકડવા માટે ફોરેસ્ટ ઓફિસરો ની અલગ અલગ ટીમો દ્વારા સિંહણને શુક્રવારના સાંજના 8 વાગ્યા સુધીમા રેશીયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અને લોકોમાં અને ખેડૂતોને મોટી રાહતનો શ્વાસ લીધો હતો અને છેલ્લા ત્રણ માસથી વધારે સમયથી સિંહણનાં આટા ફેરા કરી રહી હતી અને સોળીયા ગામની સીમમાંથી સિંહણને પકડી પાડેલ હતી અને સામાજિક વર્ગ જેતપુર સામાજિક વનીકરણ રેંજ કોટડા સાંગાણી તથા ગોંડલ નોર્મલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી વી.ડી.અંટાળા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, કોટડાસાંગાણી તથા પી.આર.મોરડીયા, રેન્જ ફોરેસ્ટ ઓફીસર-જેતપુર, પ્રતીપાલસિહ જાડેજા ફોરેસ્ટર, વાય.એન.જાડેજા, એન.જે.હરીયાણી, એમ.બી.જાળેલા, સી.બી.વિરમગામી, કે.પી.હેરમા, કે.પી.જાડેજા, એ.કે.તેરૈયા, એસ.ડી.દવે, એસ.બી.ખાત્રા તથા જેતપુર રેન્જના વન્યપ્રાણી ટ્રેકસઁ તથા લેબર.
