જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…

રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 16 અન્ય લોકો ઘાયલ થયા છે. દારૂૂના નશામાં ધૂત કારચાલકે અનેક લારી-ગલ્લા અને લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના શુક્રવારે રાત્રે 9:30 વાગ્યે જયપુરની પત્રકાર કોલોનીમાં બની હતી. એક તેજ રફ્તાર ઓડી કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી બેકાબૂ થઈને રસ્તાની બાજુમાં ઉભેલી લારીઓ પર કહેર બનીને ત્રાટકી. કાર લગભગ 30 મીટર સુધી લારીઓ અને ગલ્લાઓને કચડતી ચાલી ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે 12થી વધુ લારી-ગલ્લા પલટી ગયા હતા, જ્યારે રસ્તાની બાજુમાં ઉભેલી અન્ય એક કાર પણ પલટી ગઈ હતી.

આ ભીષણ અકસ્માતમાં 16 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ મુહાના અને પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા એસએમએસ અને જયપુરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. 12 ઘાયલોની સારવાર હાલમાં ચાલી રહી છે, જ્યારે ચાર લોકોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *