જમીન સામે નોકરી કૌભાંડ: લાલુ પરિવાર સામે આરોપો નક્કી, બાવન નિર્દોષ જાહેર

રેલવેમાં કથિત જમીન-નોકરી કૌભાંડમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટના આધારે લાલુ, તેજસ્વી યાદવ, રાબડી…

રેલવેમાં કથિત જમીન-નોકરી કૌભાંડમાં લાલુ પરિવારની મુશ્કેલીઓ વધી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ચાર્જશીટના આધારે લાલુ, તેજસ્વી યાદવ, રાબડી દેવી, તેજ પ્રતાપ, મીસા ભારતી, હેમા યાદવ સહિત 46 લોકો સામે આરોપો ઘડ્યા છે. શુક્રવારે CBI ના સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ ચુકાદો આપ્યો. કોર્ટે જમીન માટે નોકરી કેસમાં 52 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

રેલ્વેમાં નોકરીના બદલામાં જમીન સ્વીકારવાના આરોપમાં લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ PC Act)ં હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવ પરિવાર સામે ટ્રાયલ હવે શરૂૂ થશે. શુક્રવારે દિલ્હીની કોર્ટમાં સુનાવણી દરમિયાન, લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી સિવાયના તમામ આરોપીઓ રૂૂબરૂૂ હાજર થયા. બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ અને JJD પ્રમુખ તેજ પ્રતાપ યાદવ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.

આ કેસ UPA સરકાર દરમિયાન લાલુ યાદવના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળનો છે. એવો આરોપ છે કે રેલ્વેમાં ગ્રુપ ડી પદો પર ભરતી માટે ખૂબ જ ઓછી કિંમતે જમીન લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને નજીકના સાથીઓના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી. CBI ફોજદારી કેસની તપાસ કરી રહી છે, જ્યારે ED અલગ મની લોન્ડરિંગ કેસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *