બાંગ્લાદેશમાં વધુ એક વિદ્યાર્થી નેતાની હત્યા બાદ તણાવ

ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરાજકતાનો માહોલ બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળી…

ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરાજકતાનો માહોલ

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાત્રે રાજધાની ઢાકાના વ્યસ્ત એવા કારવાં બજાર વિસ્તારમાં અજ્ઞાત હુમલાખોરોએ પૂર્વ વિદ્યાર્થી નેતા અઝીઝુર રહેમાન મુસબ્બીરની ગોળી મારી હત્યા કરી દીધી છે.

બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)ની સ્વયંસેવી વિંગ ’ઢાકા મેટ્રોપોલિટન નોર્થ સ્વેચ્છાસેવક દળ’ના પૂર્વ મહાસચિવ અઝીઝુર રહેમાન મુસબ્બીરની મંગળવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે આશરે 8:30 વાગ્યે ઢાકાના વ્યસ્ત કારવાં બજાર વિસ્તારમાં આવેલી સુપર સ્ટાર હોટલ પાસે બની હતી. હુમલાખોરોએ અત્યંત નજીકથી મુસબ્બીરના પેટમાં ગોળી મારી હતી, જેના કારણે ગંભીર ઈજાઓને લીધે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંધાધૂંધ ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ હત્યાકાંડ બાદ ઢાકામાં વિરોધ પ્રદર્શનની જ્વાળા ભભૂકી ઉઠી છે. ઉશ્કેરાયેલા લોકોએ કારવાં બજાર વિસ્તારમાં જામ કરી દીધો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ રાત્રે 10:30 વાગ્યે બાંગ્લાદેશ આર્મીના જવાનોએ સ્થળ પર પહોંચી રસ્તો ખાલી કરાવ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *