મિત્રો અને મીડિયાના પત્રકારોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલાઈ, આર્થિક વ્યવહાર નહીં કરવા તાકીદ
સોશિયલ મીડિયામાં નકલીની ભરમાર વચ્ચે શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા નું એક નહી પણ બે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવાયું હોવાનું સામે આવ્યું છે. નકલી એકાઉન્ટ બનાવનાર શખ્સ દ્વારા અલગ અલગ લોકોને મેસેજ કરી નાણાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દરમિયાન પોલીસ કમિશનર દ્વારા આ બાબતે કોઇએ પણ નાણાકીય વ્યવહાર નહી કરવા જણાવ્યું હતું.
શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમારઝા ના નામના બે ફેક ફેસબુક એકાઉન્ટ બન્યા છે. જેમાં એક ગુજરાત અને બીજું અંગ્રેજી નામ વાળું એકાઉન્ટ બન્યું છે. જેમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના ફોટાનો ઉપયોગ કરવામાં આવેલો છે. બે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવનારે રાજકોટ સહીત ગુજરાતના ઘણા પત્રકારો અને પોલીસ કમિશ્નરના મિત્રોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી છે. આ બાબતે કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ મેસેજ કરીને નાણાની માંગણી કરે તો કોઇએ જવાબ નહી આપવા જણાવી આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી છે અને તે તપાસ કરી રહ્યા છે. આ નકલી એકાઉન્ટમાંથી મેસેજ કરી નાણાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જેથી લોકોને પણ વિનંતી છે કે, આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો કોઈએ નાણા આપવા જોઇએ નહીં.
