રાજકોટ શહેરમા કોઠારીયા વિસ્તારમા આવેલા ન્યુ ગણેશ નગરમા અને વિનોદનગર આવાસ કર્વાટરમા જુગારનાં દરોડા પાડી મહીલાઓ સહીત 9 જુગારીઓને ઝડપી લઇ પોલીસે 21 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ કોઠારીયા રીંગ રોડ પર આવેલા ન્યુ ગણેશ નગર શેરી નં પ રહેતા જયશ્રીબેન સંદીપભાઇ જેઠવાનાં મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબી ઝોન 1 ટીમનાં પીએસઆઇ મોવલીયા, રવીરાજભાઇ પટગીર અને હીતેશભાઇ પરમાર સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા જયશ્રીબેન જેઠવા, મીનાબા પરમાર, હંસાબેન રાણા , ગીતાબેન સીધ્ધપુરા અને નીશાબેન નેપાળીને ઝડપી લઇ તેમની પાસેથી 16400 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
જયારે બીજા દરોડામા ભકિતનગર પોલીસ મથકનાં રમેશભાઇ માલકીયા અને યુવરાજસિંહ જાદવે વિનોદ નગરનાં કવાટરમા દરોડો પાડી સામત આમરોણીયા, અરજણ બાવળીયા, સીરાજ મીર અને અલીમહમદ શેખને ઝડપી 5000 ની રોકડ જપ્ત કરી હતી.
