રાજકોટની સિવીલ હોસ્પીટલમા ન્યુરો સર્જન પર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો સિવીલ હોસ્પીટલનાં તમામ તબીબોમા જોવા મળી રહયા છે જુનિયર તબીબોએ પોતાની સુરક્ષા અને ન્યાયની માંગણી સાથે આજે હડતાળનુ શસ્ત્ર ઉગામ્યુ છે અને આરોપીની ધરપકડ કરી તેની સામે કડક પગલા લેવાની માંગ કરી છે ત્યારે આજે સૌરાષ્ટ્ર ભરમાથી અને રાજકોટ શહેરમાથી આવતા દર્દીઓને મુશ્કેલી ન પડે માટે સિવીલ હોસ્પીટલનાં સિનીયર તબીબો દર્દીઓની વહારે આવ્યા છે.
જુનીયર તબીબોની હડતાલને પગલે સિવીલ હોસ્પીટલનાં તમામ ઓપીડી વિભાગ બંધ રહયા હતા . જયારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામા આવી હતી આ મામલે સિનીયર તબીબોએ જણાવ્યુ હતુ કે જુનીયર ડોકટરોની હડતાલને કારણે સિવીલ હોસ્પીટલમા આવતા અનેક દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે જો કે તબીબોએ સ્પષ્ટતા કરી હાલ માત્ર નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવામા આવી છે જયારે ઇમરજન્સી સેવાઓ સતત કાર્યરત છે તબીબોએ જણાવ્યુ હતુ કે હાલ દર્દીઓની સેવા એ અમારી પ્રાથમીક ફરજ છે . માટે હાલ દર્દીઓની સારવાર કરવામા આવી રહી છે . હડતાલને પગલે દર્દીઓને કોઇપણ જાતની મુશ્કેલીનો સામનો કરવો નહી પડે.
