પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ

રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર આવેલા ભગવતી ફાસ્ટ ફૂડની સામે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ઘરેણાં ખરીદી કરવા આવેલી બે મહિલાએ સ્ટાફની નજર ચૂકવી એક પેન્ડન્ટ…

રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર આવેલા ભગવતી ફાસ્ટ ફૂડની સામે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ઘરેણાં ખરીદી કરવા આવેલી બે મહિલાએ સ્ટાફની નજર ચૂકવી એક પેન્ડન્ટ સેટ રૂૂ.90 હજાર વાળો ચોરી કરી લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેઝમાં કેદ થઈ જતા પોલીસે બંને મહિલાની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,અયોધ્યા ચોક પાસે બંસી રેસિડેન્સીમાં રહેતા ધ્રુવિતભાઇ કેતનભાઇ ધોળકીયા(ઉ.વ.30)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પેલેસ રોડ પર આવેલ ભગવતી ફાસ્ટ ફુડની સામે, નીલકંઠ જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાનો શો રૂૂમ ચલાવુ છુ અને આ શો રૂૂમમા સંબંધી કંદર્પભાઇ ધોળકીયા ભાગીદાર છે.તા.25ના બપોરના સમયે હુ તથા મારા શો રૂૂમનો સ્ટાફ અમારા શો રૂૂમે હાજર હતા ત્યારે આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણી મહિલાઓ અમારા શો રૂૂમે આવેલ અને તેમને એક સોના ની વાળી અને એક સોનાનો પેન્ડન્ટ સેટ લેવો હોય જેથી મારા સ્ટાફ તેમને વાળી તથા પેન્ડન્ટ સેટ બતાવેલ હતા.બાદ આ મહિલાઓએ વાળીનુ કોટેશન કઢાવેલ જેમા તેમને ભાવ વધારે લાગતો હોય જેથી તેઓ બંને રકઝક કરી અને કોઇ પણ ઘરેણા લીધા વગર જતી રહેલ અને અમે તેમના નામ સરનામાની કોઈ નોંધ કરી નહોતી.

બાદ સાંજના અમે અમારો શો રૂૂમનો સ્ટોક મેળવતા હતા ત્યારે અમારા સ્ટોકમા એક પેન્ડન્ટ સેટ (એક પેન્ડલ તથા એક જોડી બુટી) તેની કિંમત 90 હજાર હોય જે ઘટતો હતો જેથી અમે અમારી દુકાનના કેમેરા જોયેલ તો આજરોજ બપોરના સવા ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન આ બે અજાણી મહિલાઓ અમારા શો રૂૂમમાં આવેલ હતી અને આ દરમ્યાન મારો સ્ટાફ તેમને સોનાની વાળી તથા સોનાનો પેન્ડન્ટ સેટ બતાવતા હતા ત્યારે આ અજાણી મહિલાઓમાથી એક મહિલાએ અમારા સ્ટાફની નજર ચુકવી ચોરી છુપી રીતે એક પેન્ડન્ટ સેટ લઇ તેમની સાથે રહેલ એક નાના બોક્ષમા રાખી તે બોક્ષ તેના પર્સમા રાખી બાદ થોડીવાર પછી અમારા શો રૂૂમમાથી આ બંને મહિલાઓ જતી રહેલ હોવાનુ અમારા શો રૂૂમના સી.સી.ટી.વી કેમેરામા જોવામા આવતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *