જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ડુંગર ચડતી વખતે ગબડી પડયા

જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ડુંગર ચડતી વખતે ગબડી પડયા જામનગરમાં રહેતાં અને જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે…

જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ડુંગર ચડતી વખતે ગબડી પડયા

જામનગરમાં રહેતાં અને જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે આવ્યા હતાં. તે દરમિયાન ડુંગર ચડતી વખતે વૃધ્ધ અકસ્માતે ગબડી પડયા હતાં. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જામનગરમાં રહેતાં જામનગર જિલ્લા પંચાયતના નિવૃત્ત કર્મચારી શાંતિલાલ જીવનદાસ ગંગાજળીયા નામના 79 વર્ષના વૃધ્ધ ચોટીલા ચામુંડા માતાના દર્શનાર્થે આવ્યા હતાં. શાંતિલાલ ગંગાજળીયા ડુંગર ચડતી વખતે અકસ્માતે પડી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારાના લજાઈ ગામે રહેતાં હરજીવન પુંજાભાઈ મકવાણા (ઉ.42)નું આંતરડાનું ઓપરેશન કરાવ્યા બાદ પોતાના ઘરે હતો ત્યારે ઓપરેશન કરાવેલ તે જગ્યાએ બ્લીડીંગ ચાલુ થઈ જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *