મોરબીના જૂના ઘુંટુ રોડ પર કાર પર ક્ધટેનર પડતા દંપતીનું મોત

જુના ઘૂટું રોડ પર ક્ધટેનર ચાલકે કાબુ ગુમાવતા ક્ધટેનર સહીત પલટી ખાઈ જતા ક્ધટેનર કાર ઉપર પડતા દંપતીનું મોત થયું હતું તેમજ અન્ય દંપતીને ઈજા…

જુના ઘૂટું રોડ પર ક્ધટેનર ચાલકે કાબુ ગુમાવતા ક્ધટેનર સહીત પલટી ખાઈ જતા ક્ધટેનર કાર ઉપર પડતા દંપતીનું મોત થયું હતું તેમજ અન્ય દંપતીને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસે ટ્રક ક્ધટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

ટંકારા દેવીપુજક વાસમાં રહેતા નાથાભાઈ મનજીભાઈ કુંઢીયાએ આરોપી ટ્રક ક્ધટેનર જીજે 39 ટી 9822 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 22 ના રોજ સાડા બારેક વાગ્યે ફરિયાદી નાથાભાઈ અને તેના પત્ની તેમજ ફરિયાદીના ભાઈ અને ભાભી કાર લઈને જુના ઘૂટું રોડ પરથી જતા હતા ત્યારે ક્ધટેનર ચાલકે પુરઝડપે ચલાવી વણાંક લેવા જતા કાબુ ગુમાવ્યો થો અને ટ્રક ક્ધટેનર સહીત પલટી જતા ટ્રક પાછળનું ક્ધટેનર કાર ઉપર પડ્યું હતું જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મનસુખભાઈ અને તેના પત્ની મંજુબેનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ ફરિયાદી નાથાભાઈ અને તેના પત્ની જયાબેનને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *