યાજ્ઞિક રોડ-શાસ્ત્રી મેદાન આસપાસ કલાકો સુધી ટ્રાફિક અંધાધૂંધી

રાજકોટ શહેરમા માથુ ફાડી નાખે તેવી ટ્રાફિક સમસ્યા ઘર કરી ગઇ છે. ત્યારે આ સમસ્યા મામલે વાહન ચાલકોની ટ્રાફિક શેન્સ જવાબદાર છે તેવો દાવો કરીને…

રાજકોટ શહેરમા માથુ ફાડી નાખે તેવી ટ્રાફિક સમસ્યા ઘર કરી ગઇ છે. ત્યારે આ સમસ્યા મામલે વાહન ચાલકોની ટ્રાફિક શેન્સ જવાબદાર છે તેવો દાવો કરીને તંત્ર છટકી જાય છે. પણ હકીકતે પોલીસ તંત્ર જ ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે ઉણુ ઉતર્યુ છે. રાજકોટ શહેરની મધ્યમા આવેલા શાસ્ત્રી મેદાનમા ત્રણેક દીવસ માટે કૃષિ મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે જેને લઇ આજુબાજુનાં વિસ્તારો જેવા કે યાજ્ઞીક રોડ, શાસ્ત્રી મેદાન, લીમડા ચોક વિસ્તારોમા છેલ્લા બે દિવસથી ટ્રાફીક જામ સર્જાય રહયો છે અને આ ટ્રાફીક જામ દરમ્યાન કોઇપણ પોલીસ સ્ટાફ ત્યા દેખાતો નથી.

આજે પણ યાજ્ઞીક રોડ અને ત્રીકોણબાગ નજીક ભારે વાહનો ટ્રાફીકમા ફસાયા હતા. જેમા બાળકોનાં સ્કુલ બસ પણ સામેલ હતી. આ ટ્રાફીકજામમા વાહન ચાલકોને કલાકો સુધી ઘણી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફીક વ્યવસ્થા માટે સ્મયાંતરે મળતી રોડ સેફટી અને ટ્રાફીક મેનેજમેન્ટની બેઠકોમા માત્ર આકડાઓની આપ લે થઇ રહી છે. તેનો કોઇ નિષ્કર્સ નિકળતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *