200 દબાણો હટાવાયા, તાલુકા મામલતદાર અને નેશનલ હાઇવેની ટીમ દ્વારા મેગા ઓપરેશન, વાઇબ્રન્ટ સમિટ પહેલા તંત્ર એકશનમાં
રાજકોટમાં આગામી 10 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાનારી ’સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટ’ ને લઈને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ સમિટનું ઉદ્ઘાટન 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) થી લઈ મારવાડી કોલેજ સુધીના માર્ગ પર મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છેલ્લા પાંચ દિવસથી નેશનલ હાઇવે ઓથોરિટી અને તાલુકા મામલતદારની ટીમ દ્વારા હીરાસર એરપોર્ટથી મારવાડી કોલેજ સુધીના પટ્ટામાં ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન રોડ પરના ગેરકાયદે છાપરાઓ અને દુકાનોના દબાણો હટાવવામાં આવ્યા.
ફૂટપાથ પર નડતરરૂૂપ નાના-મોટા મંદિરો અને અન્ય બાંધકામો દૂર કરાયા.છેલ્લા બે દિવસમાં જ 200, થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ સમગ્ર કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરે આગામી એક અઠવાડિયામાં રોડ અને ફૂટપાથના સમારકામ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. હાલ નેશનલ હાઇવે દ્વારા ફૂટપાથ અને રોડની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી છે. નેશનલ હાઈવે ની ટીમ તેમજ કલેક્ટર ઓમ પ્રકાશ ટીમ તેમજ સર્કલ ઓફિસર તેજભાઈ બાનુગરીયા ઓફિસર વઘાસીયાભાઈ, ઝાલા સહિતનો કાફલો સ્થળ પર તૈનાત રહી કામગીરી કરાવી રહ્યો છે.
