જુનાગઢમાં કારખાનાની ઓફીસનું લોક તોડી 9.75 લાખની રોકડની ચોરી

જૂનાગઢ વડાલ હાઇવે પર આવેલ બદાણી કોર્પોરેશન કારખાનાની ઓફિસનો લોક તોડી 9.75 લાખની રોકડનો હાથફેરો તસ્કરો નાસી ગયા હતા. ચોરીની ઘટનાના પગલે તાલુકા પોલીસે તપાસ…

જૂનાગઢ વડાલ હાઇવે પર આવેલ બદાણી કોર્પોરેશન કારખાનાની ઓફિસનો લોક તોડી 9.75 લાખની રોકડનો હાથફેરો તસ્કરો નાસી ગયા હતા. ચોરીની ઘટનાના પગલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં રાજલક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા જેનીશભાઈ કમલેશભાઈ બદાણીનું જૂનાગઢ વડાલ હાઈવે પર ખેતપેદાશનું બદાણી કોર્પોરેશન કારખાનું આવેલ છે.

સોમવારની રાત્રે કારખાનાની ઓફિસના પાછળના દરવાજાનો લોક તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઓફિસમાં કેશિયર રૂૂમના કબાટમાંથી રૂૂપિયા 1.50 લાખ તથા ટેબલના ખાનામાંથી રૂૂપિયા 8.25 લાખ મળી કુલ રૂૂપિયા 9.75 લાખની રોકડ રકમની ચોરી કરીને નાસી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેક થઈ હતી જેમાં બે શખ્સ ચોરી કરતા જોવામાં આવ્યા હતા. બનાવ અંગે વેપારીએ મંગળવારે ફરિયાદ કરતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી મહિલા પીઆઈ એફ. બી. ગગનીયાએ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *