મોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપી

  કાલાવડ રોડ પર મોટામવામાં રહેતા અને મકાન લે વેન્ચનું કામ કરતા રામજીભાઈ ખીમાભાઈ સામતભાઈ સોલંકી(ઉ.વ.40)ના સમાજના પ્લોટમાં પાડોશી ભગવાનજીભાઈ અને તેમના પત્નીએ મકાન બનાવવા…

 

કાલાવડ રોડ પર મોટામવામાં રહેતા અને મકાન લે વેન્ચનું કામ કરતા રામજીભાઈ ખીમાભાઈ સામતભાઈ સોલંકી(ઉ.વ.40)ના સમાજના પ્લોટમાં પાડોશી ભગવાનજીભાઈ અને તેમના પત્નીએ મકાન બનાવવા મામલે બોલાચાલી કરી ગાળો આપી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. રામજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.15/12 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ હું તથા મીત્ર ગોવીંદભાઈ બાબરીયા ક્રેટા ગાડી લઈને મારા ઘરે પરત આવેલ ત્યારે ત્યા મારા ઘરની બહાર જુના મીત્ર ભગવાનજીભાઈ પુંજાભાઈ કોળી મને ઓળખતા હોય જે ઉભા હોય અને હું ગાડી થી નીચે ઉતરતા તેણે મને જણાવેલ કે, મે કરેલ મકાન બાબતે તમે કેમ વિરોધ કરો છો જેથી મે જણાવેલ કે તે મકાન કરેલ તે અમારા સમાજની જમીન છે.તો તારે ત્યા મકાન ન બનાવાય જેથી તે ઉશ્કેરાય જઈ ગાળો આપવા લાગ્યા હતા.

જેથી જાતી પ્રત્યે અપમાનીત કરેલ જેથી મારા મીત્ર ગોવીંદભાઈ બાબરીયા વચ્ચે પડી ભગવાનજીભાઈને સમજાવતો હોય તે દરમ્યાન આ ભગવાનજીભાઈ ના પત્ની પણ આવી અને તેમના પતિ ભગવાનજીભાઈનો પક્ષ લઈ મને અપમાનીત કરી ગાળો આપેલ હોય અને જણાવેલ હોય કે અમારૂૂ મકાન બનાવેલ તે જમીન અમારી છે તો અમને ત્યાથી કોઈ કાઢી ન શકે તેવુ કહી આ બન્ને ત્યાથી જતા રહ્યા હોય અને ઘરની બહાર રાખેલ સી.સી.ટી.વી કેમેરામા આ લોકો આવી ગયા હોય એ મામલે ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *