ટેકનોલોજીમાં શ્રેષ્ઠ ભારત સામે પાક.ને અલ્લાહની મદદ મળી

પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે આખરે કબૂલ્યું, સૈન્ય પ્રતિકારથી બચવું અશકય હતું પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ઓપરેશન સિંદૂર અંગે વારંવાર બફાટ કરતા…

પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે આખરે કબૂલ્યું, સૈન્ય પ્રતિકારથી બચવું અશકય હતું

પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ઓપરેશન સિંદૂર અંગે વારંવાર બફાટ કરતા રહે છે. ઓપરેશન સિંદૂરમાં કારમી હાર બાદ, તેમણે હવે પોતાના લોકોને ગેરમાર્ગે દોરવા માટે એક નવું નિવેદન આપ્યું છે. અસીમ મુનીરે હવે પોતાના દેશની નિષ્ફળતાઓને છુપાવવા માટે અલ્લાહનો સહારો લીધો છે. તેમણે રાવલપિંડી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેની હવે રાજકીય વર્તુળોમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

કાર્યક્રમને સંબોધતા અસીમ મુનીરે અંધશ્રદ્ધા અને દૈવી ચમત્કારનો સહારો લીધો છે. તેમણે દાવો કર્યો કે, જ્યારે ભારતીય સેનાનું દબાણ ચરમસીમાએ હતું, ત્યારે પાકિસ્તાની સેના અલ્લાહે તેની મદદ કરી હતી. તેમણે કહ્યું કે, ” અલ્લાહની મદદ આવી, અને અમે તેને આવતા જોયા, અમે તેને અનુભવ્યા.”

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસીમ મુનીરનો વાયરલ વીડિયો 10 ડિસેમ્બરનો છે. આ વીડિયોમાં મુનીરને મે મહિનામાં ભારત સાથેના સંઘર્ષનો ઉલ્લેખ કરતા ધાર્મિક પ્રતીકોનો સહારો લેતા સાંભળી શકાય છે. જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, જેના કારણે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો.

ઓપરેશન સિંદૂરના દિવસોનો ઉલ્લેખ કરતા, જનરલ મુનીરે કહ્યું કે, “મે મહિનામાં, જ્યારે દુશ્મન (ભારત) તેના તમામ સંશાધનો અને ટેકનોલોજીથી આપણને ડૂબાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે દુનિયાભરના તર્ક નિષ્ફળ ગયા હતા. તે સમયે પરિસ્થિતિ એવી હતી કે, કોઈપણ સૈન્ય પ્રતિકારથી બચવું અશક્ય હતું.આ દરમિયાન, મુનીરે કુરાનમાંથી એક આયાતને ટાંકી અને કહ્યું કે, “જો અલ્લાહ તમને મદદ કરે છે, તો કોઈ તમને હરાવી શકશે નહીં” અને સંકેત આપ્યો કે, પાકિસ્તાનને સંઘર્ષ દરમિયાન અલ્લાહની મદદ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતે મે મહિનાની શરૂૂઆતમાં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઓપરેશન દરમિયાન, ભારતીય વાયુસેના (IAF) એ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ની અંદર સ્થિત અનેક આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો, જેના કારણે 10 મે ના રોજ યુદ્ધવિરામ થયો હતો.

અલ્લાહની મદદનો અનુભવ થયો
હું આજે રેકોર્ડ પર આ કહું છું કે, અમે અલ્લાહની મદદ ત્યાં આવતી જોઈ. અમને તે મદદનો અનુભવ થયો. તે એક દૈવી ચમત્કાર હતો, જેણે આપણા સૈનિકોનું મનોબળ તૂટતું અટકાવ્યું અને દુશ્મનની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી હતી.” આ ઉપરાંત, અસીમ મુનીરે વ્યૂહાત્મક નિષ્ફળતાઓને છુપાવવા માટે કહ્યું કે, આ વિજય શસ્ત્રો કરતાં શ્રદ્ધાની શક્તિને કારણે વધુ થયો છે, કારણ કે દુશ્મન ટેકનોલોજીમાં ઘણો શ્રેષ્ઠ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *