રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ શોકમાં ફેરવાયો છે. સાસણગીરના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક માસૂમ વિદ્યાર્થીનું શાળા સંચાલકોની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે આજે એનએસયુઆઈ દ્વારા રાજકોટ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સાસણગીર ખાતે પ્રવાસ પર લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન શાળાના સંચાલકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થીના પરિવારમાં આક્રંદ મચી ગયો છે.
એનએસયુઆઈના આકરા પ્રહાર: “શાળા મેનેજમેન્ટની ઘોર બેદરકારી” આ આવેદનપત્ર આપતી વખતે શહેર એનએસયુઆઈ પ્રમુખ બ્રિજરાજસિંહ વી. રાણા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસોમાં સુરક્ષાના નિયમોનું કેટલું પાલન થાય છે તે અંગે હવે મોટા સવાલો ઉઠી રહ્યા છે. કલેક્ટર આ મામલે તપાસના આદેશ આપે છે કે કેમ તે જોવું રહ્યું.
