ગુજરાતમાં ટીડીએસમાં રાજકોટ આઈટી અવલ્લ નંબરે, જાન્યુઆરીના અંત સુધીમાં કલેક્શન 70 ટકા થવાની શક્યતા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આઇટી રીટર્ન ભરનારાઓની સંખ્યામાં ચાલુ વર્ષ માં ખૂબ મોટો વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષ માં રાજકોટ આવકવેરા વિભાગને મળેલા 5500 કરોડાના લક્ષ્યાંક સામે 3300 કરોડની આવક થઇ છે અને હજુ જાન્યુઆરીના અંત સુધીમાં કલેક્શન 70 ટકા થવાની શક્યતા છે. ઉપરાંત ટીડીએસમાં પણ રાજકોટ આઈટી ગુજરાતમાં અવલ્લ નંબરે છે.
આઈટી રીટર્ન ભરાયું છે જેની સામે આવકવેરા વિભાગે કરોડોનું રીફંડ ચૂકવ્યા બાદ કુલ આશરે 800 કરોડ જેટલો નફો થયો છે. વર્ષ 2023-24 ની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં વધુ આવક થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના કરદાતાઓએ આવકવેરા વિભાગની તિજોરી છલકાવી દીધી છે. આવકવેરા વિભાગને ચાલુ વર્ષે રૂૂ.5500 કરોડનો ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. જાન્યુઆરીના અંત સુધીમાં કલેક્શન 70 ટકા થવાની શક્યતા છે.
દર વખતની જેમ આ વખતે પણ કોર્પોરેટ કંપની તરફથી ટેક્સ સૌથી વધુ આવ્યો છે. રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, ગાંધીધામ સહિતના મોટા શહેરનો સમાવેશ રાજકોટ આવકવેરા વિભાગમાં થાય છે. જેમાં સૌથી વધુ બિલ્ડર્સ, ઉદ્યોગપતિ, વેપારીઓએ ટેક્સ ભર્યો છે. 30 નવેમ્બર 2025 સુધી કુલ 3300 કરોડનું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ થયું છે. જેની સામે આવકવેરા વિભાગે કરોડોનું રીફંડ ચૂકવ્યુ છે. ગુજરાતમાં ટીડીએસમાં રાજકોટ આઈટી અવલ્લ નંબરે છે.
ફેસલેસ એસેસમેન્ટ ટેક્સ કલેક્શનમાં મદદરૂૂપ બની રહ્યું છે.કારણ કે,તમામ કેસ સ્થાનિક શહેરને બદલે બીજા શહેરમાં જાય છે જેનાથી પારદર્શકતામાં જોવા મળે છે. આવકવેરા વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આઈટીનું હેલ્પડેસ્ક આઈટીઆર ફાઇલિંગ, ટેક્સ પેમેન્ટ અને અન્ય સંબંધિત સેવાઓમાં કરદાતાઓને મદદ કરવા માટે 24સ7 ધોરણે કામ કરી રહ્યું છે અને અમે કોલ્સ, લાઇવ ચેટ, વેબેક્સ સેશન્સ અને સોશિયલ મીડિયા દ્વારા સહાયતા આપી રહ્યા છીએ. આઈટી રિટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો થવો તે એક રેકોર્ડથી ઓછું નથી. કોઈ વખતે આટલી મોટી સંખ્યામાં લોકો રિટર્ન ભરતા નથી પરંતુ આ વખતે ભર્યાં છે. લોકોમાં આવકવેરો ભરવા બાબતે જાગૃત બન્યા છે જે ખુબ સરાહનીય બાબત છે.
તારીખ ચૂકી જનાર કરદાતા દંડ ભરી રીટર્ન ફાઈલ કરી શકશે
નાણાકીય વર્ષ અથવા મૂલ્યાંકન વર્ષ 2024-25 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધી જે વ્યક્તિઓ અથવા સંસ્થાઓને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂૂર નથી તેમના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ સુધી પણ ITR ફાઇલ કરી શક્યા નથી તેમનું શું થશે? જેમણે અત્યાર સુધી કોઈ કારણસર ITR ફાઈલ નથી કર્યું તેઓ હજુ પણ રિટર્ન ફાઈલ કરી શકે છે પરંતુ હવે છેલ્લી તારીખ પછી તેમને 5000 રૂૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 234F મુજબ કરદાતાઓ દંડની સાથે 31 ડિસેમ્બર, 2025 સુધી તેમનો ITR ફાઇલ કરી શકશે. જોકે, અહીં રાહતની વાત એ છે કે જો કરદાતાની વાર્ષિક આવક પાંચ લાખ રૂૂપિયા કે તેનાથી ઓછી હોય તો તેણે માત્ર એક હજાર રૂૂપિયાનો દંડ ભરવો પડશે. જે કરદાતાઓની આવક મૂળભૂત મુક્તિ મર્યાદા એટલે કે રૂૂ. 2.5 લાખ કરતાં ઓછી છે તેમણે 31મી ડિસેમ્બર સુધી તેમની ITR ફાઇલ કરતી વખતે કોઈ લેટ ફી ચૂકવવાની રહેશે નહીં.
