રાજકોટ અને જસદણના કારમાલિકોએ ભેજાબાજ સામે નોંધાવી ફરિયાદ
રાજકોટ અને જસદણ પાંચ લોકોની કાર ભાડે મુકવાના નામે બાબરાના શખ્સે પાંચ કાર માલિકોની કાર ગીરવે મૂકી રોકડી કરી લેતા છેતરપિંડીનો ભોગ બનેલા રાજકોટ અને જસદણના સાત કાર માલિકોએ આ મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જસદણના વડલા વાડી ગામે રહેતા અને દૂધની ડેરી ધરાવી વેપાર કરતા ઉમેશભાઇ અરવીંદભાઈ ભેસાણીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બાબરાના કલોરાણા ગામના રાહુલ દેહા જાદવનું નામ આપ્યું છે. ઉમેશ સાથે ફરિયાદમાં ભોગ બનેલા અન્ય કાર માલિકોને સાહેદ તરીકે દર્શાવવા માં આવ્યા છે.
જેમાં રાજકોટના જેમીનભાઈ અશોકકુમાર મોદી, જીગ્નેશભાઈ પરસોતમભાઈ રાજ્યગુ(રાજકોટ) અને ધવલભાઈ લક્ષ્મણભાઈ ડાંગર તેમજ જસદણના જયેશભાઇ વિનુભાઈ ઉનાગર અને રોનકભાઈ જગદીશભાઈ દેશાણીનો ઉલ્લેખ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જસદણમાં રહેતા મિત્ર જયપાલભાઈ રબારીને ઉમેશે પોતની ચાર ફોર-વ્હિલ કોઇ કંપનીમા ભાડામાં ગોઠવી આપવાની વાત કરી હતી ત્યારે જયપાલે તેના ભાગીદાર મિત્ર રોનકભાઈ દેશાણીની કાર કલોરાણા ગામના રાહુલ જાદવને રૂૂ.45 હજારના ભાડાથી જામનગર એરપોર્ટ ખાતે ચલાવવા આપી હોવાની વાત કરી હતી, અને જયપાલે મિત્ર ઉમેશની રાહુલ જાદવ સાથે મુલાકાત કરવી હતી. ઉમેશે માસિક રૂૂ. 45 હજાર ભાડા પેટે તેની સ્વીફ્ટ કાર નં. જીજે-05-આરયુ-3282 આપી હતી. અને સ્ટેમ્પ ઉપર ભાડા કરારનું લખાણ પણ રાજકોટ આવી કર્યું હતું.
ઉમેશના મિત્ર સુરેશભાઈ ગમારાએ પણ પોતાની કાર નં.જીજે-03-પીજે-3523 ભાડેથી રાહુલને આપેલ હતી. ભાડા કરાર બાદ દોઢ મહિનો થવા છતા રાહુલે ભાડુ નહિ આપતા અને રાહુલનો ફોન બંધ આવતો હતો. ગઈ તા.14 ના રાહુલ જસદણ નજીક ભેગો થયો ત્યારે ઉમેશે ભાડાની ઉઘરાણી કરતા રાહુલે એરપોર્ટ ખાતેથી ભાડાનો ચેક આવેલ નથી તેમ જણાવ્યું હતું અને બે દિવસમાં ભાડું ચૂકવી આપશે તેમ વાત કરી હતી. ઉમેશે તપાસ કરતા રાહુલ ભાડે રાખેલ કાર ગીરવે મુકી દીધી હોવાનું ખુલ્યું હતું જેથી ભોગ બનનાર પાંચ કાર માલિકો સાથે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી રાહુલની શોધખોળ શરૂૂ કરી છે.
