વેરાવળમાં સ્થાનિક પોલીસ ફીફા ખાંડતી રહી એસ.એમ.સી. એ વિદેશી દારૂ ભરેલી બોટ ઝડપી

વેરાવળ બંદરે નામચીન જગ્યાએ અનેક ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય ત્યાં ગાંધીનગર એસ.એમ.સી એ વ્હેલી સવારે વિદેશી દારૂૂ ભરેલી બોટ ઝડપેલ હતી તેમાં 10,000 થી વધુ…

વેરાવળ બંદરે નામચીન જગ્યાએ અનેક ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય ત્યાં ગાંધીનગર એસ.એમ.સી એ વ્હેલી સવારે વિદેશી દારૂૂ ભરેલી બોટ ઝડપેલ હતી તેમાં 10,000 થી વધુ વિદેશી દારૂૂ ની બોટલ હોય તેવું આધારભુત સત્રોએ જણાવેલ હતું

વેરાવળ બંદર ની અંદર આવેલ નળીયા ગોદી કાંઠે વ્હેલી સવારે ગાંધીનગર એસ.એમ.સી. સ્ટાફે જીવ ના જોખમે સાવ નજીવા સ્ટાફે જઈ ફકત 15 મીનીટ માં વિદેશી દારૂૂ ભરેલી બોટ ઝડપેલ હતી ત્યારે સ્થાનીક પોલીસ સહીત જીલ્લાની તમામ બ્રાંન્ચો અજાણી હતી ગાંધીનગર સુધી જાણ થતા સ્થાનીક પોલીસ પણ દોડી ગયેલ હતી.

જાણવા મળતી વિગત મુજબ આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા બુટલેગરો જે અનેક અસામાજીક પ્રવૃતિ માં પણ સંડોવાયેલ છે તેમને નવાસારી વિસ્તારાની બોટમાં દમણથી વિદેશીદારૂૂ મંગાવેલ હોય ત્યારે ગાંધીનગર એસ.એમ.સી ની ટીમે ખાનગી વાહન માં ફકત જુજ સ્ટાફ સાથે સીધો જ દરોડો પાડી બોટ માં રહેલ આશરે 10,000 વધુ બોટલો ઝડપેલ હોય તેવું જાણવા મળેલ છે બોટ માંથી વિદેશીદારૂૂ ઉતારીને વેરાવળ પોલીસ સ્ટેશને ટ્રકમાં લઈ જવાની કામગીરી શરૂૂ કરાયેલ પોલીસે રૂા. 80 લાખના મુદ્દામાલ સાથે છ શક્સોની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

દરીયા સાથે સંકળાયેલાએ જણાવેલ હતું કે સવારે દારુ સાથેની બોટ ઝડપાતા કાંઠે થી ત્રણ થી ચાર કીલોમીટર દુર બીજી બોટ આવી રહેલ હતી તેને બુટલેગરો સાથે સ્થાનીક સંકલન કરનારે આવતી અટકાવેલ હતી અને દરીયામાંથી તે ભાગી ગયેલ હતી ? જે જગ્યાએ બોટ પકડાય છે ત્યાં અનેક પ્રવૃતિઓ બેરોકટોક પણે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *