દ્વારકામાં કિમતી જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી વેચાણ કરી નાખ્યું

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢના પિતાની માલિકીની કિંમતી જમીનને જામનગરના એક શખ્સએ ખોટા ઓળખ દસ્તાવેજો મારફતે અન્ય એક શખ્સને વેચી મારતા આ સમગ્ર…

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢના પિતાની માલિકીની કિંમતી જમીનને જામનગરના એક શખ્સએ ખોટા ઓળખ દસ્તાવેજો મારફતે અન્ય એક શખ્સને વેચી મારતા આ સમગ્ર પ્રકરણ અંગે ચાર શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અને વેપાર તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ રણછોડભાઈ બારાઈ (ઉ.વ. 56) એ જામનગરના રહીશ અને રણછોડદાસ વિઠ્ઠલજી જોશીનું ખોટું નામ ધારણ કરનાર જયેન્દ્ર રતિલાલ શેઠ તથા દ્વારકાના ચેતન માલદેભાઈ ગોહેલ અને ગભાભાઈ નાગેશ તથા બરડીયા ગામના અશોક વરપભાઈ નાગેશ નામના ચાર શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઉપરોક્ત ચારેય આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચીને ફરિયાદી ભરતભાઈના પિતા રણછોડભાઈ બરાઈની માલિકીની દ્વારકા તાલુકાના બરડીયા વિસ્તારમાં આવેલી જૂના રેવન્યુ સરવે નંબર 177 (નવા સરવે નંબર 257) ની સંયુક્ત માલિકીની જમીન પ્રથમ આરોપી રણછોડદાસ વિઠ્ઠલજી જોશીનો ખોટું નામ ધારણ કરનાર જયેન્દ્ર રતિલાલ શેઠએ પોતાની માલિકીની હોવાનું જણાવી અને જમીન માલિક રણછોડદાસ બારાઈની ઓળખાણ આપતા ઓળખના ખોટા આધાર પુરાવાઓ બનાવ્યા હતા.જેના આધારે આ જમીનના ખોટા દસ્તાવેજ તૈયાર કરી અને દ્વારકાની સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખરા તરીકે રજૂ કરી અને આરોપી ચેતન માલદેભાઈ ગોહેલ નામના શખ્સને વેચી નાખી હતી. આ પ્રકરણમાં અન્ય બે આરોપીઓ ગભાભાઈ નાગેશ અને અશોક નાગેશએ વેચનારની ખોટી ઓળખ આપવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જણાવ્યું છે. આ રીતે આરોપીઓ દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 406, 420, 465, 114, 120 (બી) વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા હાથ કરવામાં આવી છે.

પાણીમાં ડૂબી જતા રાવલના યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે હનુમાનધાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ ચૌહાણ નામના 38 વર્ષના કોળી યુવાન કોઈ અગમ્ય કારણોસર પણ પાણીના વોંકળામાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ દિલીપભાઈ રામદેભાઈ કાગડીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *