જસદણમાં દારૂડિયાનો આતંક, અપશબ્દો બોલતા શખ્સને મહિલાના ટોળાએ જાહેરમાં ફટકાર્યો

જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે દારૂૂડિયાનો આતંક જોવા મળ્યો હતો. કલાલના ડેલા પાસે એક શખ્સ દારૂૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ખાતા એક મહિલાના ઘર પાસે…

જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે દારૂૂડિયાનો આતંક જોવા મળ્યો હતો. કલાલના ડેલા પાસે એક શખ્સ દારૂૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતા ખાતા એક મહિલાના ઘર પાસે પહોંચ્યો હતો અને ત્યાં ઊભા રહીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. મહીલાએ દારૂડીયાને મેથીપાક ચખાડયો હતો જેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે.

જસદણ શહેરના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા કલાલના ડેલા વિસ્તારમાં આજે એક શખ્સે દારૂૂના નશામાં ભારે આતંક મચાવ્યો હતો. મહિલાની મર્યાદા લોપતા બિભત્સ શબ્દો બોલનારા આ દારૂૂડિયાને જ્યારે મહિલાએ રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા દારૂૂડિયાએ લાકડી વડે હુમલો કરી દીધો હતો. જોકે, આ ઘટના બાદ આસપાસની મહિલાઓ એકત્ર થઈ જતાં દારૂૂડિયાને પાઠ ભણાવવામાં આવ્યો હતો.

મહિલાએ આ ગેરવર્તણૂકનો વિરોધ કરી તેને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, જેનાથી ઉશ્કેરાઈને દારૂૂડિયાએ નજીકમાં પડેલી લાકડી ઉઠાવી લીધી હતી અને મહિલાએ રક્ષણ માટેની બૂમો સાંભળીને ગણતરીની મિનિટોમાં જ વિસ્તારની અન્ય મહિલાઓ લાકડીઓ અને સાવરણીઓ લઈને દોડી આવી હતી. મહિલા પર થયેલો હુમલો જોઈ નારીશક્તિનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. મહિલાઓએ એકત્ર થઈને આ દારૂૂડિયાને ઘેરી લીધો હતો અને જાહેરમાં જ સાવરણી તથા લાકડી વડે બરાબરનો ’મેથીપાક’ ચખાડ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *