પ્રાંત અધિકારીની ટીમે ચેકિંગ કરતા 2.40 કરોડના મુદ્દામાલ સાથે 15 જેટલા ટ્રક જપ્ત કરાયા, વન વિભાગની કામગીરી સામે સવાલ
ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા તથા તેમની ટીમે ગત રાત્રે 12:00 થી 4:00 દરમ્યાન ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે ઉપરથી રાત્રીના ચકાસણી હાથ ધરેલ હતી. ચકાસણી દરમ્યાન નેશનલ હાઇવે 47 ઉપર તદ્દન ગેરકાયદેસર અને કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર, વાહતુક પાસ વગર, લાકડા કા5વાની 5રવાનગી લીઘા વગર લીલા લાકડાની હેરફેર કરતા 15 આઇસર ટ્રક ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. તંત્ર દ્વારા લાકડાની હેરફેર કરતા મળી આવેલ આઇસર તેમજ ટ્રક વાહન જપ્ત કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમામ વાહનો સાથે મુદ્દામાલ મળી કુલ રૂૂ.2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી‘ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ ઝડપાયેલા વાહનોના માલિક અને વાહનચાલક વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 અંતર્ગત નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગે. કા. લાકડાના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એક જ રાત્રીની પ્રાત અધિકારીની ટીમ ની ચકાસણી દરમ્યાન 15 ટ્રકો ગેરકાયદે લીલા લાકડાની હેરફેર કરતા ઝડપતા ચોટીલા અને જિલ્લા ના જવાબદારોનું કેવા પ્રકારનું પેટ્રોલીંગ અને ચેકિંગ થતુ હશે? તે સહિતનાં સવાલો ઉઠ્યાં છે.
ગુજરાતમાં ગે. કા લીલા લાકડાને કાપી દૂર દૂર સુધી પહોંચાડવાનું મોટૂં કૌભાંડ વેર મિલો અને એજન્ટો દ્વારા ચલાવવામાં આવતું હોવાની ખાનગી વિગતો તંત્ર ને મળેલ છે. પકડાયેલ ટ્રકો કોના દ્વારા અને કોને ક્યાં મોકલવામાં આવેલ હતી તે સહિતનાં તમામ પાસાઓની તપાસ હાથ ધરાશે તેવું ખાસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
જપ્ત કરેલ આઇસર/ટ્રકની વિગત
(1) GJ 6 XX 1254 (2) GJ 12 W 8677 (3) GJ 11 Z 3411 (4) GJ 03 AT 4347 (5) GJ 02 XX 7607 (6) GJ 07 TU 2663 (7) GJ 07 YZ 9840 (8) GJ 07 TW 2919 (9) GJ 36 V 0666 (10) GJ 36 B 5508 (11) GJ 07 TU 4341 (12) GJ 06 BT 6111 (13) GJ 13 AT 6961(14) GJ 03 HJ 4921 (15) GJ 36 V 7128
ઝડપાયેલા વાહનનાં માલિકોની યાદી
(1) અશ્વીનભાઇ 5ટેલ રહે. મોરબી (2) ગોપાલભાઇ વડેજા રહે. ગોંડલ (3) વેજાભાઇ મેરામણભાઇ રહે. પોરબંદર (4) દિનેશભાઇ વાઘરોડીયા રહે. નીનામા તાલુકો : સાયલા (5) જેઠાભાઇ બચુભાઇ રબારી રહે. પોરબંદર (6) જયદી5સિંહ 5રમાર રહે. કઠલાલ (7) યોગેશભાઇ 5ટેલ રહે. કઠલાલ (8) રાજુભાઇ ડાભી રહે. ક5ડવંજ (9) વિરપાલભાઇ રહે. મોરબી (10) રાજુભાઇ રહે. મોરબી (11) મનોજભાઇ 5ટેલ રહે. કઠલાલ (12) જયંતીભાઇ 5રમાર રહે. કઠલાલ (13) હર્ષદભાઇ ઠાકોર રહે. હળવદ (14) હર્ષદભાઇ ઠાકોર રહે. હળવદ (15) હર્ષદભાઇ રબારી રહે. મોરબી
ઝડપાયેલા આઇસર-ટ્રકના ડ્રાઇવરો
(1) મહેશભાઇ સુરેલા રહે. મોરબી (2) ગંગારામભાઇ બીલવાલ રહે. દાહોદ (3) સુમરાભાઇ ખુટી રહે. પોરબંદર (4) દિનેશભાઇ વાઘરોડીયા રહે. નિનામા તાલુકો : સાયલા (5) લખુભાઇ રબારી રહે. પોરબંદર (6) રાહુલભાઇ 5રમાર રહે. ખેડા (7) આશીકભાઇ મલેક રહે. કઠલાલ (8) વિશ્વજીતસિંહ ઝાલા રહે. કઠલાલ (9) રજબભાઇ બલોચ રહે. રાજસ્થાન (10) શાહમહમંદભાઇ રહે. ઉતર પ્રદેશ (11) પાર્થભાઇ સુથાર રહે. કઠલાલ (12) શૈલેષભાઇ સોલંકી રહે. કઠલાલ (13) રવિભાઇ સિંગાર રહે. મઘ્યપ્રદેશ (14) પ્રકાશભાઇ મુળીયા રહે. મઘ્યપ્રદેશ (15) મુકેશભાઇ 5રમાર રહે. મઘ્યપ્રદેશ ગત રાત્રીનાં ચોટીલા હાઇવે ઉપર પ્રાત અધિકારીએ સઘન ચેકિંગ હાથ ધરતા ગે. કા લીલા લાકડા ની હેરફેર કૌભાંડ ઝડપી પાડેલ.
