સરપદડમાં ડિમોલિશનની કાર્યવાહી થતા દંપતીએ ઝેર પીધું

સરકારી ખરાબામાં અનેક મકાનો હોવા છતાં સરપંચ સહિતના અમુક લોકો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ પડધરીના સરપદડ ગામે ડીમોલેશનની કાર્યવાહી થતા દંપતીએ સજોડે ઝેરી…

સરકારી ખરાબામાં અનેક મકાનો હોવા છતાં સરપંચ સહિતના અમુક લોકો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

પડધરીના સરપદડ ગામે ડીમોલેશનની કાર્યવાહી થતા દંપતીએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર દંપતીને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. સરકારી ખરાબામાં અનેક મકાન અને દુકાનો આવેલી છે. છતાં સરપંચ લ સહિતના અમુક લોકો હેરાન કરતા હોવાનો દંપતી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના સરપદડ ગામે રહેતા રાજેશભાઈ છગનભાઈ સનુરા (ઉ.વ.42) અને તેમની પત્ની દક્ષાબેન રાજેશભાઈ સનુરા (ઉ.વ.43) રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ઝેરી પ્રવાહી પી લીધું હતું. દંપતિને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સરપદડ ગામના બસ સ્ટેશન પાસે આવેલા મકાન અને હોટલના ડિમોલેશનની 71 જેટલા લોકોને નોટિસ મળી હતી અને પાંચ મહિનામાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બાદમાં રાજેશભાઈ સનુરા ગામના બસ સ્ટેશન પાસે કેબીન રાખીને હોટલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અગાઉ ડિમોલિશન થતા તેમને નુકશાની આવી હતી પરંતુ સમાજએ ફરી સપોર્ટ કરી દુકાન ઉભી કરાવી હતી. 71 જણાને ડિમોલિશનની નોટિસ આપી છે છતાં સરપંચ બાબુભાઈ, પૂર્વ સરપંચ પરસોત્તમભાઈ પટેલ, બીપીનભાઈ કાનાભાઈ ધ્રાગીયા, અલ્પેશ ચનાભાઈ રૂૂપારેલીયા, રજની ચનાભાઈ રૂૂપારેલીયા, નિલેશ વિરમભાઈ ધ્રાંગીયા, બેચર કરસનભાઈ રાતડીયા અને મામલતદાર સહિતના એક ઉપર જ પ્રેશર કરે છે દુકાન પડાવી નાખીશ દુકાન નહીં હટાવો તો મકાન પડાવી નાખીશ એવી ધમકી આપી મામલતદારની ગાડી બોલાવી હોવાનો સરપંચ બાબુભાઈ, પૂર્વ સરપંચ પરસોત્તમભાઈ પટેલ, બીપીનભાઈ કાનાભાઈ ધ્રાગીયા, અલ્પેશ ચનાભાઈ રૂૂપારેલીયા, રજની ચનાભાઈ રૂૂપારેલીયા, નિલેશ વિરમભાઈ ધ્રાંગીયા, બેચર કરસનભાઈ રાતડીયા અને મામલતદાર સહિતના સામે આક્ષેપ કરી સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આક્ષેપના પગલે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *