રાજુલા સહકારી નાગરિક બેન્કની આગામી 28 તારીખ ચૂંટણી યોજાવાની હતી કુલ 15 બેઠક ઉપટ 26 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા 1 નામંજુર કર્યું 10 ફોર્મ પરત ખેચવામાં આવતા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલની તમામ 15 બેઠક ઉપર ડિટેક્ટર બિનહરીફ જાહેર થતા કાર્યકરો આગેવાનો દ્વારા ફટાકડા ફોડી મો મીઠા કર્યા હતા અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રયાસથી નાગરિક સહકારી બેન્ક ફરીવાર બિનહરીફ જાહેર કરવામા આવી છે.
શહેરની મહત્વની સંસ્થા હોવાથી વેપારીઓ આગેવાનો દ્વારા બિનહરીફ કરવા માટેના પ્રયાસ કરવામાં આવતા આજે સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.બિનહરીફ જાહેર થતા આગેવાનો બેંકમાં ઉપસ્થિત રહ્યા હતા જેમા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રવુભાઇ ખુમાણ, શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરૂ, રાજુલા શહેરના ચેમ્બર ઓફ કોમર્સ ના તમામ સદ્શ્ય તેમજ નાગરિક બેંકના સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટીમના વર્તમાન બોડીમાંથી લાલભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા, બાબભાઈ કોટીલા સહીત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા નાગરિક સહકારી બેંકના ડિરેકટર તરીકે સંજયભાઈ ધાખડા, રવુભાઈ ખુમાણ, કશ્યપભાઈ પારેખ, શિલ્પાબેન મહેતા, મંગળબેન વાળા, ચિરાગભાઇ જોશી, બાબુભાઈ , પ્રફુલભાઈ રાજયગુરૂૂ, સમીરભાઈ કનોજીયા,મહેશભાઈ વ્યાસ, હિંમતભાઇ ટાંક, વિજયભાઈ કોટીલા,દિલીપભાઈ જોશી,શંકરભાઇ બારૈયા, જીવરાજભાઈ મેવાડા સહિત તમામ ડિરેક્ટરો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણએ જણાવ્યું અમારા ધારાસભ્ય સહિતના પ્રયાસથી 10 ફોર્મ પરત ખેંચયા ગામના હિત માટે બેન્કને ખર્ચો ન થાય તે માટે બિનહરીફ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના અગેવાનોના પ્રયાસથી બિનહરીફ થયા છે પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી છે. રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડાએ જણાવ્યું રાજુલા શહેરમાં ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ નાગરિક બેન્કના ડિરેક્ટરો બિનહરીફ થયા છે ભાજપના આગેવામો વેપારીઓ વેપારીઓ સાથે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ મજબૂત ટીમ બનાવી બેંકનો કેવી રિતે વિકાસ થાત તે માટેના બધાજ આગેવાનો દ્વારા પ્રયાસ હતા.
