જીવાપરમાં કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં પતિનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામે વિન્સર વિલા ફાર્મમાં રહેતાં યુવકને કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…

હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામે વિન્સર વિલા ફાર્મમાં રહેતાં યુવકને કામ મુદ્દે પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામે વિન્સર વિલા ફાર્મમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં જૂનાગઢના નવીન વિનોદભાઈ વાણવી નામનો 24 વર્ષનો યુવાન બપોરના અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કામ બાબતે પત્ની રિધ્ધીબેન સાથે ઝઘડો થતાં નવીન વાણવીએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. નવીન વાણવી બે ભાઈ એક બહેનમાં નાનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં ચારબાઈના મંદિર પાસે રહેતા કાળુ રતુભાઈ દેત્રોજીયા (ઉ.26) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે દારૂના નશામાં પોતાની જાતે હાથ અને ગળા પર બ્લેડના કાપા મારી લીધા હતાં. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *