મુંબઈના માટુંગા વિસ્તારમાં ભાઉદાજી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ગુજરાતી વેપારી કૌશલ અરવિંદ ભુવાના ઘરમાંથી આશરે 22 લાખ રૂૂપિયાના સોના અને હીરાના દાગીના ચોરાઈ ગયા છે. આ ચોરી પાછળ તેમના જ ઘરમાં વડીલોની સંભાળ રાખવા રાખેલા 46 વર્ષીય નોકર નીતિન જાધવનો હાથ હોવાનો આરોપ છે. નીતિન ચોરી કરીને રફુચક્કર થઈ ગયો છે, અને માટુંગા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી દીધી છે.
તેમના ઘરમાં બે વડીલોની સંભાળ માટે આશરે છ મહિના પહેલાં નીતિન જાધવને ફુલટાઇમ નોકર તરીકે રાખવામાં આવ્યો હતો. નીતિન દરરોજ સવારે 8 વાગ્યે આવીને વડીલોની સંભાળ રાખતો અને સાંજે પાછો ઘરે જતો હતો.પરંતુ 6 ડિસેમ્બરથી અચાનક નીતિન કામ પર આવવાનું બંધ કરી દીધું. પરિવારે અનેક વખત તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો.
આથી પરિવારને શંકા થઈ અને વડીલોના બેડરૂૂમમાં વોર્ડરોબમાં રાખેલા દાગીનાની તપાસ કરી. તપાસમાં 16 પ્રકારના સોના અને હીરા જડિત દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ કિંમત આશરે 22 લાખ રૂૂપિયા છે.
ઘરમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (ઈઈઝટ) કેમેરાના ફૂટેજમાં નીતિન જાધવ દાગીના પર હાથ સાફ કરતો જોવા મળ્યો છે. આ ફૂટેજે પરિવારની શંકાને પુષ્ટિ આપી અને તેમણે તુરંત માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
