જૂની અદાવતનો ખાર રાખી માતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શક્તિ પાર્ક માં રહેતા અને મજૂરી કામ કરતા શનીભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ મકવાણા(ઉ.વ.28) ને અને તેમના સગા ભાઈ અને…

મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે શક્તિ પાર્ક માં રહેતા અને મજૂરી કામ કરતા શનીભાઈ ઉર્ફે લાલો અશોકભાઈ મકવાણા(ઉ.વ.28) ને અને તેમના સગા ભાઈ અને તેમના સસરા પર હુમલો કરતા અવેશ ઉર્ફે અવલો ઓડિયા,અનિષ ઓડિયા,સબીર ઉર્ફે બોદુ ઓડિયા અને વિપુલ ઉર્ફે રાજા પરમાર અને ત્રણ અજાણ્યા શખ્સોએ અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણેય પર હુમલો કરતા થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

સનીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.14/12/2025 ના રોજ રવીવાર હોય અને મોટાભાઈ રવીભાઈ મકવાણાના રામનગરમાં રહેતા સસરા મહેશભાઈ અઘોલા સામે રહેતા હોય જેમના ઘરે લગ્ન પ્રસંગ આવતો હોવાથી સવારે હુ અને મારી પત્ની નીકિતાબેન, મોટા ભાઈ રવીભાઈ અને રવીભાઈના પત્ની ગોપીબેન, અમારા સંતાનો અને માતા ગીતાબેન એમ બધા ગયેલા અને રોકાયેલ બાદ બપોરે હુ અને ભાઈ રવીભાઈ બંન્ને બહાર કામ સબબ ગયેલ હતા જ્યાથી ભાઈ ગઈ કાલે જ સાંજે આશરે અગીયારેક વાગ્યે તેમના સસરાના ઘરે ગયેલ બાદ હુ પાછળથી આશરે દશેક મીનીટમાં મારા ભાઈના સસરાના ઘરે પહોચતા ત્યા અમારા ઘરના સભ્યો તથા મારા ભાઈના સસરાના ઘરના સભ્યો બધા બહાર ઉભા હતા અને મારા ભાઈ રવીભાઈ અને તેમના સાળા અજયભાઈ મહેશભાઇ અઘોલા તેમના સસરા મહેશભાઈ અઘોલા સાથે બે શખ્સો બોલાચાલી કરી ગાળો આપી જતા રહ્યા હતા.

જેથી મે મારા ભાઈને બનાવની હકીકત પુછતા તેણે જણાવેલ કે હુ અગીયારેક વાગ્યે બહારથી અહિયા ઘરે આવેલ અને ઘરની બહાર હુ અને સાળા અજયભાઈ મહેશભાઈ અઘોલા,સસરા મહેશભાઈ અઘોલા સાથે ઘરની બહાર શેરીમાં ઉભો હતો ત્યારે અહીંયા પાડોશમાં આ શેરીમાં રહેતા એક ભાઈ જેનુ નામ મને આવડતુ નથી જેને હું જોઈએ ઓળખુ છુ તે તેના પત્ની સાથે રકજક કરતા હોય જેથી તેને મારા સાળા અજયભાઈએ બોલવાની ના પડતા તે ગાળ દેતા મારા સાળાએ તેને ગાળ દેવાની ના પાડતા મારા સાળા સાથે જપાજપી કરવા લાગેલ જેથી તેને સમજાવેલ બાદ તે જતો રહેલ હતો બાદ તેના મિત્ર સબીર ઉર્ફે બોદુ ઓડીયાને સાથે લઈને તે આવેલ હતો અને ફરીથી મારી સાથે તથા ભાઈના સસરા અને સાળા સાથે બોલાચાલી કરીને માથાકુટ કરીને જતા રહ્યા હતા.

ત્યા આગાઉના બનાવનો ખાર રાખી આ મારા ભાઈના સસરાના ઘરનો પાડોશી તથા અવેશ ઉર્ફે અવલો ઓડીયા, અનીશ ઓડીયા, સબીર ઉર્ફે બોદુ ઓડીયા, વીપુલ ઉર્ફે રાજા પરમાર તથા ત્રણ અજાણ્યા ઈસમો મારા ભાઈના સસરાના ઘર પાસે આવીને અપશબ્દો બોલવા લાગેલ જેમા અવેશ ઉર્ફે અવલાના હાથમાં છરી હતી અને અનીશ ઓડીયા પાસે સ્ટીલના ચમચા જેવુ હાથમાં હતુ અને આ કામના તમામ શખ્સો ભાઈ રવીભાઈ સાથે તથા તેમના સાળા અને સસરા સાથે જપાજપી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારવા લાગ્યા હતા.જેમાથી એક અજાણ્યા શખ્સે ભાઈ રવીભાઈને જમણા હાથના બાવડા પર બટકુ ભરી લીધી જેથી છોડાવવા જતા અનીશ ઓડીયાએ તેની પાસે રહેલ સ્ટિલના ચમચો જેવુ મને મારવા જતા ડાબો હાથ આડો દેતા આંગળાના ભાગે સામાન્ય છરકો તથા મુંઢ માર લાગેલ ત્યા અવેશ ઉર્ફે અવલો ઓડીયા કે જેના હાથમાં છરી હોય જે છરીનો ઘા મને મારા માથા પર મારતા લોહી નીકળવા લાગ્યું હતું.

તે દરમ્યાન માતા છોડાવવા વચ્ચે પડતા સબીર ઉર્ફે બોદુ ઓડીયાએ તેના હાથમાં ઈટનો કટકો લઈને મારા માતા ગીતાબેનને છુટો ઘા મારેલ બાદ આ તમામ ઈસમો મનફાવે તેમ અમોને અપશબ્દો બોલીને જતા રહ્યા બાદ થોડી વારમાં મારા ભાઈના સસરાના ઘરની બાજુમાં રહેતો પાડોશી જે ફરીથી આવેલ અને કહેવા લાગેલ કે તમારાથી કંઈ થાય નહી જે થાય તે કરી લેજો તેમ કહીને જતો રહેલ હતો.આ મામલે થોરાડા પોલીસમાં આઠેય શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *