ટીવી શો ‘ઘરવાલી પેડવાલી’ના લોન્ચ પહેલા અનોખી બારાત

ગઈ કાલથી નવા શો ’ઘરવાલી પેડવાલી’નું રાતે 10 વાગ્યે પ્રસારણ શરૂૂ થઈ ગયું છે અને એ સોમવારથી શુક્રવાર ફક્ત ટીવી અને ઝી પર જોવા મળશે.…

ગઈ કાલથી નવા શો ’ઘરવાલી પેડવાલી’નું રાતે 10 વાગ્યે પ્રસારણ શરૂૂ થઈ ગયું છે અને એ સોમવારથી શુક્રવાર ફક્ત ટીવી અને ઝી પર જોવા મળશે.

આ શોના લોન્ચિંગ પહેલાં શોના કલાકાર અને કસબીઓએ મુંબઈની ગલીઓમાં અનોખી બારાત કાઢીને શોનું પ્રમોશન કર્યું હતું. શોનાં કલાકારો પ્રિયંવદા કાંત (લતિકા), પારસ અરોરા (જિતુ પાંડે) અને સીરત કપૂર (સાવી)ને ખાસ શણગારેલી બસમાં બેસાડીને તેમની બારાત કાઢવામાં આવી હતી.

આ બારાત અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન જલસા બંગલો, શાહરુખ ખાનના મન્નત, સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ, લિન્કિંગ રોડ, બાંદરા-વરલી સી લિન્ક અને હાજી અલી પાસેથી પસાર થઈ હતી. આ બારાતે એ વિસ્તારના લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *