આશિષ ચંચલાનીની સાયન્સ ફ્કિશન થ્રિલર ‘એકાકી’નું પોસ્ટર થયું રિલીઝ

આશિષ ચંચલાનીએ તેની સાયન્સ ફિક્શન થ્રિલર ‘એકાકી‘નું ઓરિજિનલ પોસ્ટર રિલીઝ કર્યું છે તાજેતરમાં જ આશિષ ચંચલાનીની વેબ સિરીઝ ‘એકાકી‘ રીલીઝ થઇ હતી. આ વેબ સિરીઝ…

આશિષ ચંચલાનીએ તેની સાયન્સ ફિક્શન થ્રિલર ‘એકાકી‘નું ઓરિજિનલ પોસ્ટર રિલીઝ કર્યું છે તાજેતરમાં જ આશિષ ચંચલાનીની વેબ સિરીઝ ‘એકાકી‘ રીલીઝ થઇ હતી. આ વેબ સિરીઝ તેના રસપ્રદ કથાવસ્તુને કારણે સૌની આતુરતા બની ગઈ છે. હવે આ કથાએ જાણે અચાનક વળાંક લીધો છે. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક સરળ હોરર કથા તરીકે શરૂૂ થયેલી આ સીરીઝ હવે એની શૈલીને બદલી રહી છે. હવે આ વાર્તા સાઈ-ફાઈ થ્રિલર બની ગઈ છે. તેની તે વધુ રોમાંચક બની ગઈ છે. આ ઓચિંતા આવેલા વળાંકની માહિતી આ સીરીઝના નિર્માતાઓએ એક નવું પોસ્ટર શેર કરીને આપી છે.

આ સમાચાર શેર કરતાં નિર્માતાઓએ લખ્યું, “આ રહ્યું ‘એકાકી‘નું અસલ પોસ્ટર. એકાકી પહેલેથી જ એક સાઈ-ફાઈ વાર્તા જ હતી. બસ, એ માત્ર હોરરના મોહરા પાછળ છુપાયેલી હતી. અમે આપ સહુનું સ્વાગત કરીએ છીએ. છેલ્લું ચેપ્ટર 3 તો 21મી ડિસેમ્બરના રોજ બરાબર 2:04 વાગ્યે આવશે.

કોમેડી ક્ધટેન્ટ પીરસવા માટે જાણીતા એવા આશિષ ચંચલાનીએ હવે વધુ ઊંડાણવાળી કથાની દુનિયામાં પગ મૂક્યો છે. અને તે માટે તેમને ભારે પ્રશંસા પણ મળી રહી છે કુણાલ છાબરિયા અહીં સહ-નિર્માતાની ભૂમિકામાં છે. આકાશ ડોડેજા સમાંતર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જશન સિરવાની કાર્યકારી નિર્માતા છે અને તનિશ સિરવાની ક્રિએટીવ નિર્દેશક તરીકે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. ગ્રિશિમ નવાની સહ-પટકથા લેખક છે અને રિતેશ સાધવાની લાઇન નિર્માતા છે. આવી મજબૂત ટીમ સાથે એકાકી એક નવો અને રસપ્રદ સિનેમેટિક અનુભવ પીરસવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *