253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા

    મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે. જેનો…

 

 

મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે. જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરફેર માટે કરવાામાં આવ્યો હોય. આ બેંક એકાઉન્ડ સામે દેશભરમાં 360 ફરિયાદો નોંધાયેલી છે. કૂલ રૂૂ. 253 કરોડના સાયબર ફ્રોડમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે.

જૂનાગઢ સાયબર ક્રાઈમે આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી: (ઉં.વ. 27, ધંધો: વેપાર) રહે. જુનાગઢ, જોષીપરા, આદર્શનગર. જાવિદ કાળુભાઇ તુર્ક પઠાણ: (ઉં.વ. 42, ધંધો: રિડ્રા) રહે. ડુંગરપુર ગામ, સુભાષનગર શેરી નં. 03, તા.જી. જુનાગઢ. ભતભાઈ ક્રાંતિભાઈ દેત્રોજા: (ઉં.વ. 38, ધંધો: વેપાર) રહે. જુનાગઢ, ઝાંઝરડા રોડ, મોતી પેલેસ ગોલ્ડ ફ્લેટ. અરજણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા: (ઉં.વ. 26, ધંધો: માલઢોર) રહે. પોરબંદર, ઇન્દીરાનગર, મૂળ રહે. ગરેજ ગામ તા.જી. પોરબંદર. અલ્તાફ કાળુભાઇ સમા: (ઉં.વ. 35, ધંધો: મજુરી) રહે. જુનાગઢ, દોલતપરા, ઇન્દ્રેશ્વર રોડ, કીરીટનગર, જયપાર્ક. અલબક્ષ ઉર્ફે સોનુ હારૂૂનભાઈ સોઢા: (ઉં.વ. 23, ધંધો: પ્રા.નોકરી – કુરિયર) રહે. માળીયા હાટીના, ક્ધયા વિધ્યાલય પાસે, વેજીટેબલ શાક માર્કેટ શેરી. ચિરાગ શાંતિલાલ સાધુ: (ઉં.વ. 27, ધંધો: પ્રા.નોકરી – ક્ધટ્રકશન) રહે. ભેંસાણ, ગોકુલ બંગલો, અક્ષરધામ. રક્ષિતભાઈ પરસોતમભાઈ કાછડીયા: (ઉં.વ. 37, ધંધો: પ્રા.નોકરી – માર્બલના કારખાનામાં) રહે. વડાલ ગામ, રાધાવાળી પ્લોટ, તા.જી.જુનાગઢ. આ ગુનો આચરનાર અને મ્યૂલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ધરપકડ કરી છે. આ ઉપરાંત, હુસેન તુર્ક જે હાલ NDPS ના ગુનામાં જેલમાં બંધ છે, તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂૂ કરાઈ છે.

ભારત સરકારના “સમન્વય પોર્ટલ” પર મળેલા ઇનપુટ્સની ટેકનિકલ તપાસ કરતાં જણાયું હતું કે, જુનાગઢ જિલ્લાના કેટલાક બેંક એકાઉન્ટોનો ઉપયોગ ભારતભરમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી મોટી રકમની શંકાસ્પદ હેરફેર માટે થતો હતો. આ આરોપીઓ અને તેમના મળતીયાઓએ ઓનલાઈન છેતરપિંડી કરવાના બદઈરાદે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી/ખોલાવડાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂૂ કરાવ્યું હતું.

સાયબર ક્રિમિનલોએ આ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોના લોકોને છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે કુલ 253 કરોડ 42 લાખ 26 હજાર 788ની છેતરપિંડી પૈકી આશરે 13 કરોડ 27 લાખ 13 હજાર 513 જેટલી રકમ આ 9 બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ મામલે રાષ્ટ્રીય કક્ષાના NCCRP પોર્ટલ પર કુલ 360 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે.

આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનો આચરનાર અને મ્યૂલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ 9 એકાઉન્ટમાં પણ રૂ. 13 કરોડથી વધુની રકમના વ્યવહાર થયાનું સામે આવ્યું હતું. ભારતભરમાંથી 360 લોકોને છેતરી આ 8 આરોપીઓ અને જે પકડાયેલા નથી તે અન્ય આરોપીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ નવ આરોપીઓમાંથી જે એક આરોપીને પકડવાનો બાકી છે તે અગાઉ NDPS ના ગુનામાં જેલમાં બંધ છે, તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂૂ કરાઈ છે.
જુનાગઢ સાયબર ક્રાઇમ દ્વારા જે હાલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ જુનાગઢના છે. આ 8 આરોપીઓએ સાઇબર ક્રાઇમની છેતરપિંડી આચરતા મુખ્ય માથાઓને એકાઉન્ટ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓના એકાઉન્ટ PNB બેંક, કેનરા બેંક, ઇન્ડિયન બેંક, એક્સિસ બેન્ક, BOB, યશ બેંક અને બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેંકોમાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *