જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.
જામનગર માં સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. એન.બી.ડાભી , પો.સબ.ઈન્સ. કે.એચ.યાવડા તથા સર્વેલન્સ સ્કોડ ના માણસો પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન સ્ટાફ ને બાતમી મળેલ કે ડીફેન્સ કોલોની , વુલનમીલ પાછળ રાજહંશ બુકસ્ટોર પાસે રહેતો કાયાભાઇ કરશનભાઇ સાખરા નામનો શખ્સ સફેદ કલર ની પીકઅપ ગાડી જી.જે.10 ટીવાય 0384 માં દારૂૂનો જથ્થો લઇને ઉભેલો છે.
જે અંગેની ચોકકસ હકીકતના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂૂની અલગ-અલગ બ્રાન્ડ બોટલો તથા ચપલા કુલ નંગ-1452 ( કિ.રૂૂ.6,39,600) તેમજ મોબાઇલ કિ.રૂૂ.5000 તથા વાહન કિ.રૂૂ.5,00,000 મળી કુલ રૂૂ. રૂૂ.11,44,600 ની કિંમત નો મુદામાલ કબજે કરી આરોપી કાયા શાખરા ની અટકાયત કરી હતી જીગ્નેશ ઉર્ફે જીગો રહીશ વિનોદભાઈ ખીચડા અને દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી ના પણ નામ આ પ્રકરણ માં ખૂલવા પામ્યા છે. પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.
