મોરબીના પીપળી પાસે ઉઘરાણી મુદ્દે ભાઇએ ભાઇનું અપહરણ કરાવ્યું

મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કાળા કલરની ફોર્ચ્યુંનર કારમાં યુવાનનું અપહરણ કરી ભાઈ પાસે માંગતા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અપહરણની જાણ થતા પોલીસ ટીમો…

મોરબી તાલુકાના પીપળી રોડ પરથી કાળા કલરની ફોર્ચ્યુંનર કારમાં યુવાનનું અપહરણ કરી ભાઈ પાસે માંગતા રૂૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી અપહરણની જાણ થતા પોલીસ ટીમો તુરંત કામે લાગી હતી અને અપહરણ કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને ફોર્ચ્યુનર કાર અને ચાર મોબાઈલ સહીત 10.40 લાખનો મુદામાલ કબજે લીધો છે.

ગત તા 13 ના રોજ મોરબી જીલ્લા કંટ્રોલ રૂૂમમાં વર્ધી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેતપર રોડ એબીસી સિરામિક પાસેથી એક વ્યક્તીન ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરવામાં આવ્યું છે જેથી પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હતી બનાવને પગલે એલસીબી ટીમ અપહરણ કરનાર અને ભોગ બનનારને શોધવા કામે લાગી ગઈ હતી મોરબી કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ગામના પાટિયા પાસ ટીમ વોચમાં હતી ત્યારે ગુનાને અંજામ આપનાર કાળા કલરની ફોર્ચ્યુનર કાર જીજે 3 એફડી 7997 વાળી રોકી તપાસ કરતા ભોગ બનનાર અમરતસિંગ ભૂરો ઉર્ફે ભૂરસિંગ સોંઢા રહે મોરબી સામાકાંઠે રવિનગર મયુરનગર પાછળ વાળા મળી આવ્યા હતા.

જેની પૂછપરછ કરતા ફોર્ચ્યુનરમથી મળી આવેલ ત્રણ ઈસમો અને બીજી એક બ્રેજા કારમાં આવેલ માણસોએ આવી પોતાના ભાઈ નરસી ભુરજી સોંઢા પાસે રૂૂપિયા માંગતા હોય જેની ઉઘરાણી કરવા યુવાન પાસે આવી જપાજપી કરી બળજબરીથી ગાડીમાં નાખી અપહરણ કરી ગયાની હકીકત જણાવી હતી જેથી આરોપી નવઘણ ઉર્ફે ખુટીયો વેલજી સોઢા, ભગીરથ રતિલાલ ઠોરીયા અને પીયુષ હસમુખ લોરિયા રહે ત્રણેય મોરબી વાળાને ઝડપી લઈને તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે પોલીસે આરોપીઓ પાસેથી ફોર્ચ્યુનર કાર કીમત રૂૂ 10 લાખ અને ચાર મોબાઈલ કીમત રૂૂ 40,000 મળીને રૂૂ 10,40,000 નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *